જબલપુર: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં સુશાસનના દાવા વચ્ચે ભ્રષ્ટ પોલીસકર્મીઓ અને અધિકારીઓ પર લગામ કસવાનું અભિયાન ચાલુ છે. તાજેતરના એક કેસમાં આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના એક કેસમાં જબલપુર (Jabalpur) લોકાયુક્તએ મોટી કાર્યવાહી કરતાં કરોડોની બેનામી સંપત્તિનો ખુલાસો કર્યો છે. રેડ મારવા પહોંચેલી ટીમને કાર્યવાહી દરમિયાન એટલી ગાડીઓ મળી કે તેમને પહેલાં વિશ્વાસ થયો કે આખરે એક પોલીસ કોન્સ્ટેબલ કઇ રીતે આટલી કાળી કમાણી કરી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ બેડામાં હડકંપ
લોકાયુક્તની આ કાર્યવાહી એમપી પોલીસમાં હેડ કોંસ્ટેબલ તૈનાત સચ્ચિદાનંદ સિંહના ઘરે થઇ. લોકાયુક્તની ટીમે આરોપી પોલીસકર્મીના ઘરે અને ફાર્મ હાઉસ પર રેડ પાડતાં લગભગ 4.39 કરોડની પ્રોપર્ટી અને 14 ગાડીઓ મળી આવી છે. તમને જણાવી દઇએ કે સચ્ચિદાનંદ સિંહ, હાલ તિલવારગટ પોલીસ સ્ટેશનમાં છે. 


ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર રેડ પાડનાર અધિકારીઓએ જણાવ્યું કે તેમની ટીમે રેડ દરમિયાન 4.39 કરોડ રૂપિયાની સંપત્તિ, ફાર્મ હાઉસ, ગાડીઓ, એગ્રીકલ્ચર લેન્ડ, જ્વેલરી, 14 ગાડીઓ અને અન્ય જરૂરી સામાન પણ મળ્યો છે. 

Edible Oil Price: દિવાળી પહેલાં જનતાને રાહત! ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો, જાણો કિંમત


શું શું મળી આવ્યું 
પોલી કમિશ્નર જેપી વર્માના નેતૃત્વમાં 25 સભ્યોની ટીમે રેડ મારી આ દરમિયાન આટલી સંપત્તિનો ખુલાસો થયો. 
1. સોનાના આભૂષણ
2. ચાંદી આભૂષણ
3. વાહન 14, કિંમતી 2 કરોડ 77 લાખ 70 હજાર રૂપિયા
4. ખેતીની જમીનના દસ્તાવેજ 40,14000 રૂપિયા
5.એક મકાન નિર્માત ખર્ચ જનકપુરી  40,00,000 રૂપિયા
6. ફાર્મહાઉસ નિર્માણ ગ્રામ્ય પોલીસ મથક ખર્ચ 33 લાખ રૂપિયા
7. ઘરેલૂ સામાન કિંમત 23 લાખ 8 હજાર 600 રૂપિયા
8 કેશ રકમ 68,000 રૂપિયા


લોકાયુક્ત ટીમના અનુસાર કુલ કિંમત 4 કરોડ 39 લાખ 56 હજાર 600 રૂપિયાની સંપત્તિ પ્રકાશમાં આવી છે. તો બીજી તરફ આ મામલે આગળની વિવેચના એટલે કે કાર્યવાહી હજુ ચાલુ છે. 


લાંચિયાનો વિશ્વાસ બુલંદ
મધ્ય પ્રદેશમાં સતત કાર્યવાહી બાદ પણ લાંચિયાનો વિશ્વાસ અડગ છે, આ પહેલાં સતત કરપ્ટ અધિકારીઓ પર ગાળિયા કસવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં દમોહમાં લોકાયુક્તની ટીમે બે સરકારી કર્મચારીઓને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ત્યારે એક સીએમઓ પ્રકાશ ચંદ પાઠક અને તેમના એકાઉન્ટ જિતેન્દ્ર શ્રીવાસ્તવ લોકાયુક્તના હાથે ચડી ગયા હતા. 


ખાખી પર ઉઠ્યા સવાલ
પોલીસ (Police) કોઇપણ રાજ્યની હોય આ મહેકમમાં કરપ્શનના કેસ મોટાભાગે સામે આવતા રહે છે. અત્યારે લગભગ બે મહિના પહેલાં બિહાર પોલીસ એક કોન્સ્ટેબલ કરોડપતિ હોવાના ઇનપુટ મળ્યા બાદ જ્યારે આર્થિક અનુસંધાન શાખા (EOU) ની ટીમે રેડ પાડી ત્યાં હાલના ઓફિસર પણ આશ્વર્યમાં પડી ગયા. ત્યારે પોલીસમાં એસોસિએશનના પ્રાંતીય અધ્યક્ષ કોન્સટેબલ નરેન્દ્ર કુમાર ધીરના 9 ઠેકાણા પર એકસાથે રેડ પાડવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube