ભોપાલ : સબ ઇન્સપેક્ટર ઉમા શંકર મિશ્રાને 38 વર્ષનાં કેરિયરમાં પહેલીવાર ગુરૂવારે સાપ્તાહિક અવકાશ (વિકલી ઓફ)નો લાભ મળ્યો. મિશ્રાએ પોતાનાં પરિવાર સાથે રજા માણી. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે સત્તામાં આવવા અંગે પોલીસ કર્મચારીઓને અઠવાડીયામાં એક દિવસ રજા આપવાનું વચન આપ્યું હતું. કમલનાત સરકારે પોતાનું વચન પુર્ણ કરી દીધું છે. ગુરૂવારે પોલીસ કર્મચારીઓને સાપ્તાહિક રજા મળવાની શરૂઆત થઇ ગઇ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી પોલીસ કર્મચારીઓને વર્ષનાં સાતેય દિવસ ડ્યુટી પર ફરજંદ રહેવું પડતું હતું. આકસ્મિક રજા (CL) અને મળતી રજા (EL) તો તેમને જરૂર મળતી રહેતી પરંતુ અઠવાડીક રજાનો લાભ અત્યાર સુધી નહોતો મળતો. હવે શહેરમાં પોલીસ કર્મચારીઓને અઠવાડીયે રજા મળવાનું ચાલુ થઇ ચુક્યું છે. ગુરૂવારે અઠવાડીક રજા પર રહેલા મોટા ભાગનાં પોલીસ કર્મચારીઓ પોતાનાં પરિવાર સાથે સમય પસાર કર્યો. કેટલાક પિકનીક પર ગયા તો કેટલાક પોલીસ કર્મચારીઓએ પોતાનાં બાળકોને શાળાએ મુકવા માટે ગયા.

56 વર્ષના એક સબ ઇન્સપેક્ટરે જણાવ્યું કે, ખુબ જ સુખદ અનુભવ છે. લાંબા સમય બાદ આજે સમગ્ર પરિવાર સાથે રહ્યો. તે ઉપરાંત અનેક લંબાયેલા કાર્યોને પુર્ણ કર્યા. 1981થી જ સર્વિસમાં છું, પહેલીવાર વીકલી ઓફ મળ્યો હોવાનાં કારણે તમે મારી ખુશી સમજી શકો છો. 

પાપાને પહેલીવાર મળ્યો બ્રેક બાળકોએ શાળામાંથી રજા લીધી
હબીબગંજ પોલીસ સ્ટેશન રહેલા મિશ્રાએ આગળ કહ્યું કે, આ ખુબ જ સારુ પગલું છે. આ તણાવ દુર કરવામાં પણ કારગત છે. આજે આટલા વર્ષો બાદ સમગ્ર પરિવાર સાથે બેઠો. ખુબ જ સારુ લાગ્યું. સબ ઇન્સપેક્ટર મિશ્રાની જેમ જ એએસઆઇ રાકેશ શર્મા પણ અઠવાડીક રજાનો આનંદ લેતા જોવા મળ્યા. શર્માએ કહ્યું કે, પહેલીવાર અઠવાડીક રજા મળી તો બાળકોએ પણ શાળામાંથી રજા લીધી. અમે તમામ નરસિંઘગઢ ખાતે પોતાનાં પૈતૃક આવાસ પર ગયા. પહેલીવાર સંપુર્ણ સમય બાળકો સાથે પસાર કરવા મળ્યું. રાકેશે જણાવ્યું કે, તેઓ શઉક્રવારે સવારે પરત ફરી જશે. જો કે તેમણે તેમ પણ કહ્યું કે પહેલા એટલા માટે સંભવ નહોતું કારણ કે રાત્રે તમારે ઘરે જવાની સાથે સાથે બીજા દિવસે વહેલી સવારે 10 વાગ્યા પહેલા ડ્યુટી પર પહોંચવાનું હોય છે. 

33 વર્ષોમાં પહેલીવાર વીક્લી ઓફ
ટીટી નગર પોલીસ સ્ટેશનમાં રહેલા એએસઆઇ મનોજ દવે કહે છે કે, મે આર્મીથી રિટાયર થયા બાદ પોલીસ વિભાગ જોઇન કર્યો. પરંતુ અહી પણ સ્થિતી તેવી જ છે. વર્ષો બાદ ગુરૂવારે મે સમગ્ર પરિવાર સાથે સુકૂનનાં થોડા પળો પસાર કર્યા છે. 51 વર્ષીય હેડ કોન્સ્ટેબલ હરિશ ચંદ્રએ પોતાનાં જીવનનું સૌથી સુંદર દિવસ પૈકી એક ગણાવ્યો છે.