માતાજીના આ મંદિરેથી PM મોદીને મળ્યાં મોટા ખુશખબર, વિરોધીઓને લાગશે આઘાત
મધ્ય પ્રદેશના રતલામમાં ગોઠડા માતાજીના મંદિરેથી પીએમ મોદીને મોટા ખુશખબર મળ્યા છે. અહીં દર વર્ષે ભવિષ્યવાણી કરવામાં આવે છે.
રતલામ: મધ્ય પ્રદેશના રતલામમાં ગોઠડા માતાજીના મંદિરેથી પીએમ મોદીને મોટા ખુશખબર મળ્યા છે. અહીં દર વર્ષે ભવિષ્યવાણી કરવામાં આવે છે. તેને સાંભળવા માટે સેંકડો લોકો અહીં આવે છે. અહીંની ભવિષ્યવાણી ત્યાં લખવામાં આવે છે. રતલામ પાસે આવેલા આ મંદિર દ્વારા ભવિષ્યવાણી કરાઈ છે કે દેશનો રાજા બદલાશે નહીં. આ ભવિષ્યવાણી મંદિર સમિતિના લેટર પર જારી કરવામાં આવે છે.
'ચોકીદાર ચોર' મામલે સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધીને નોટિસ, 22 એપ્રિલ સુધીમાં આપવો પડશે જવાબ
રવિવારે રતલામ જિલ્લાના બડાવદા નજીક મલેની નદી કિનારે દર વર્ષની જેમ રામનવમીના આગલા દિવસે ભવિષ્યવાણી કરાઈ હતી. જેમાં આવનારા એક વર્ષમાં ખેડૂતોને ખેતીમાં નુકસાન ફાયદો, બીમારી, વરસાદ ઉપરાંત રાજકીય મામલે પણ ભવિષ્યવાણી કરાઈ. આ વર્ષની મોટી ભવિષ્યવાણી એ હતી કે દેશનો રાજા બદલાશે નહીં. હકીકતમાં જિલ્લાના બડાવદા નજીક ગોઠડા માતાજીના ઓટલેથી કરાયેલી પ્રસિદ્ધ ભવિષ્યવાણીમાં કહેવાયું છે કે દેશનો રાજા બદલાશે નહીં.
Exclusive: આઝમ ખાન નોર્મલ નથી, મારા વિરુદ્ધ અભદ્ર ભાષાપ્રયોગ એ તેમની આદત છે- જયા પ્રદા
રાજકીય લોકો ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો ભવિષ્યવાણી સાંભળવા માટે પહોંચ્યા હતાં. આ ઉપરાંત આગામી વર્ષે વરસાદ સારો થવાના કારણે સોયાબીન, ઘઉં, ડુંગળી, લસણ, ચણાનો પાક પણ ભરપૂર થવાની ભવિષ્યવાણી કરાઈ છે. રવિવારે ભવિષ્યવાણી સાંભળવા માટે અનેક રાજ્યોના લગભગ 40,000 ખેડૂતોનો ત્યાં જમાવડો થયો હતો.
જુઓ LIVE TV
ચૈત્રી નવરાત્રિએ મેળના છેલ્લા દિવસે યજ્ઞની પૂર્ણાહૂતિની સાથે જ માતા મહિષાસુર મર્દની મંદિરમાં પૂજા-અર્ચના સાથે સવારી નીકળી અને ત્યારબાદ ગોઠડા માતાજીના ચબુતરાથી પંડા રામચંદ્ર ગાયરીએ ભવિષ્યવાણી કરી. આ ક્રમ છેલ્લા 110 વર્ષથી ચાલે છે. પ્રમુખ રાજકીય પક્ષોના સેકડો નેતાઓની હાજરીમાં આકરા તડકામાં પંડા નાગુલાલ ચૌધરીએ આગામી વર્ષની ભવિષ્યવાણી જાહેર કરતા કહ્યું કે આ વખતે દેશભરમાં વરસાદ સારો થશે. જેઠ માસમાં માવઠુ પડશે. અડધો શ્રાવણ સૂકો જશે. ભાદરવામાં ભારે વરસાદ પડશે અને જળસ્ત્રોત છલોછલ થશે. ઓળાવૃષ્ટિથી પાકને નુકસાન પણ થશે. તમામ પાકનું ઉત્પાદન ખુબ વધશે. દેશમાં રમખાણો પણ થશે.