શિવપુરી: મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં સોમવારે સાંજે એક ભયંકર રોડ અકસ્માત સજાર્યો હતો. આ રોડ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 11 લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જાણકારી અનુસાર સોમવારે સાંજે લગભગ 7 વાગે એક ટ્રેકટર ટ્રોલી લગભગ 50 મુસાફરોને બેસાડીને શિવપુરી જઇ રહી હતી. ત્યારે અમોલા નજીક અચાનક પાછળતી એક ટ્રકે ટક્કર મારી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમોલા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર પચાસ શ્રદ્ધાળુ ટ્રેકટર ટ્રોલીમાં ભરીને શિવપુરી આવી રહ્યા હતા. ત્યારે પાછળથી ઝડપથી આવી રહેલી ટ્રકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. અમોલા પાસે ટ્રકે ટ્રોલીને જોરદાર ટક્કર મારી જેથી શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી પલટી ખાઇ ગઇ.


બંને વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળ પર જ પાંચ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. દુર્ઘટનામાં 11 શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને ગ્રામજનોની મદદથી જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.