ભાઈ 430 KM બાઈક ચલાવીને આવ્યો અને બહેનની ચિતા પર સૂઈ ગયો, પછી જે થયું...
આ મામલે સૌથી ચોંકાવનારી વાત એ છે કે બહેનના મોતની ખબર મળતા જ તે 430 કિલોમીટર દૂર ધારથી સીધો સ્મશાનઘાટ પહોંચી ગયો. અહીં આવીને તેણે સળગતી ચિતાને પ્રણામ કર્યા અને તેના પર સૂઈ ગયો.
Brother Suicide after cousin sister death: મધ્ય પ્રદેશના સાગર પાસે મઝગુવા ગામમાં એક યુવકે પિતરાઈ બહેનની ચિતા પર સૂઈને જીવ દઈ દીધો. તેની બહેનનું કૂવામાં પડી જવાથી મૃત્યુ થયું હતું. આ મામલે સૌથી ચોંકાવનારી વાત એ છે કે બહેનના મોતની ખબર મળતા જ તે 430 કિલોમીટર દૂર ધારથી સીધો સ્મશાનઘાટ પહોંચી ગયો. અહીં આવીને તેણે સળગતી ચિતાને પ્રણામ કર્યા અને તેના પર સૂઈ ગયો. આગમાં ઝૂલસી ગયેલા યુવકને હોસ્પિટલ લઈ જવાયો પણ રસ્તામાં જ તેણે દમ તોડ્યો.
બહેન ગૂમ થઈ ગઈ હતી
આત્મહત્યા કરનારા યુવકની બહેન જ્યોતિ ઉર્ફે પ્રીતિ ખેતરે ગઈ હતી. પરંતુ ઘણો સમય વીતવા છતાં તે પાછી ફરી નહીં. પરિજનોએ આ ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે ખેતર પર શાકભાજી વાવેલા છે. જ્યોતિ સાંજે શાકભાજી લેવા માટે જતી હતી. ખુબ સમય પસાર થવા છતાં જ્યારે તે પાછી ન ફરી તો તેની શોધ શરૂ થઈ પરંતુ કોઈ સુરાગ મળ્યો નહીં. બીજા દિવસે જ્યોતિની શોધમાં ખેતરના કૂવામાંથી પાણી ખાલી કરાવવામાં આવ્યું ત્યારબાદ જ્યોતિના કપડા દેખાયા તો પોલીસને જાણ કરવામાં આવી હતી.
ભાઈ આવ્યો અને ચિતા પર સૂઈ ગયો
પોલીસે જ્યોતિના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. તેની ખબર ધારમાં રહેતા પિતરાઈ ભાઈ કરણ ઠાકુરને પડી તો તે બાઈકથી સાગર માટે રવાના થયો. બહેરિયા પોલીસ મથકના ઈનચાર્જ દિવ્ય પ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ જ્યોતિનો મૃતદેહ પરિજનોને શુક્રવારે સાંજે સોંપી દેવાયો. ત્યારબાદ પરિજનોએ ગામની પાસે જ સ્મશાન ઘાટમાં તેના અંતિમ સંસ્કાર કર્યા અને સાંજે 6 વાગે ગામના તમામ લોકો ઘરે પાછા ફર્યા. ત્યાં સુધી કરણ ઠાકુર ત્યાં પહોંચ્યો નહતો. જેવા કેટલાક ગ્રામીણોએ તેને ચિતા પર સૂતેલો જોયો કે પરિજનોને જાણ કરી. પરિજનો જ્યાં સુધી સ્મશાન ઘાટ પહોંચ્યા કે 21 વર્ષનો કરણ ખરાબ રીતે આગમાં ઝૂલસી ચૂક્યો હતો. અફડાતફડીમાં તેને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ તેણે રસ્તામાં જ દમ તોડી દીધો.
બહેનની ચિતાની બાજુમાં થયા અંતિમ સંસ્કાર
દસ્તાવેજી કામગીરી પત્યા બાદ તેનો મૃતદેહ પોલીસે પરિજનોને સોંપી દીધો. રાતે જ્યારે કરણના માતા પિતા મઝગુવા ગામ પહોંચ્યા ત્યારે તેમની હાજરીમાં રવિવાર સવારે બહેન જ્યોતિની ચિતા પાસે જ કરણના અંતિમ સંસ્કાર કરાયા. પોલીસનું કહેવું છે કે બંનેના કેસમાં તપાસ ચાલુ છે. ત્યારબાદ પોલીસ કોઈ પરિણામ પર પહોંચવાની વાત કરી રહી છે.
National Herald Case: 1938માં શરૂ થયેલું નેશનલ હેરાલ્ડ 2008માં બંધ, જાણો સોનિયા-રાહુલ પર શું છે આરોપ
National Herald Case: ED ઓફિસમાં નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ, રાહુલ ગાંધી 55 સવાલનો કરશે સામનો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube