ભોપાલ: મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે લવ જિહાદ વિરૂદ્ધ 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020'ના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. શનિવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ ડ્રાફ્ટ પર મોહર લગાવી છે. હવે આ બિલને વિધાનસભાના શિયાળું સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. વિધનસભામાંથી પાસ થયા બાદ 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020' કાયદો બની જશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના મોસ્ટ વોન્ટેડની કહાની! હેડ કોન્સ્ટેબલના ઘરે જન્મેલા છોકરાના સપના હતા ઊંચા


મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ કેબિનેટ બેઠક બાદ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020' ડ્રાફ્યમાં કુલ 19 જોગવાઇ છે. તેમના અનુસાર મધ્ય પ્રદેશમાં બનવા જઇ રહેલા જવ જેહાદનો કાયદો બીજા રાજ્યોમાં બનેલા કાયદાઓ કરતાં વધુ કડક હશે. તેમાં દોષીને 10 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર લવ જેહાદ વિરૂદ્દહ કાયદાને અધ્યાદેશ દ્વારા અમલમાં લાવી ચૂકી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube