ભોપાલ : 15 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ મધ્યપ્રદેશ ચૂંટણીમાં પરાજીત થનારા તેમ છતા પણ સીટોની દ્રષ્ટીએ કોંગ્રેસ સામે મામુલી ફરકથી હારનાર ભાજપે આભાર યાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે. મતનાં પ્રમાણે જોવામાં આવે અને મતની દ્રષ્ટીએ કોંગ્રેસ અને ભાજપને જનતાએ લગભગ બરાબર આશિર્વાદ આપ્યો છે. આ કારણે રાજ્યની સત્તા ખોવા છતા પણ ભાજપે જનતાનો આભાર વ્યક્ત કરવા માટે આભાર યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનાં કદ્દાવર નેતા શિવરાજ સિંહ ચૌહાણ આભાર યાત્રા કાઢશે. મધ્યપ્રદેશનાં 52 જિલિલાઓમાં આ યાત્રા કાઢવાની યોજના છે. ભાજપ શિવરાજસિંહની યાત્રાની તૈયારીઓ કરવા લાગ્યું છે. માર્ગ પર દરેક જિલ્લામાં પહોંચીને શિવરાજ જનતાનો આભાર વ્યક્ત કરશે. સુત્રો અનુસાર ભાજપના આ પગલાને આગામી લોકસભા ચૂંટણીની દ્રષ્ટીએ પાર્ટીની તૈયારી સ્વરૂપે જોવાઇ રહ્યું છે. જો કે આ યાત્રા માટે હાલ તારીખની જાહેરાત નથી કરવામાં આવી. 

શિવરાજ વિપક્ષ નેતા બને તેવી શક્યતા
સુત્રો દ્વારા કરાયેલા દાવા અનુસાર શિવરાજસિંહ ચૌહાણ નેતા વિપક્ષ બની શકે છે. જો કે આ મુદ્દે બુધવારે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવામાં આવ્યા બાદ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, નેતા- વિપક્ષનો નિર્ણય તો પાર્ટી કરશે પરંતુ તેઓ નેતા તો રહેશે જ. બુધવારે પોતાનાં રાજીનામા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, મે ક્યારે મુખ્યમંત્રીની જેમ નમહી પરંતુ પરિવારના એક સભ્યની જેમ સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો છે.