Madras High Court on Mangalsutra: મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે અલગ રહેતી પત્ની દ્વારા 'થાલી' (મંગળસૂત્ર)ને હટાવવું એ પતિ માટે માનસિક ક્રૂરતા ગણવામાં આવશે. આ ટિપ્પણી કરતા કોર્ટે પતિની ડિવોર્સની અરજીને સ્વીકૃતિ આપી દીધી છે. કોર્ટે કહ્યું કે ગળામાંથી મંગળસૂત્ર ઉતારી લેવું એ પતિ તરફ માનિસિક ક્રૂરતાની પરાકાષ્ઠા છે. તેનાથી પતિને ઠેસ પહોંચે છે. મહિલાના ગળામાં મંગળસૂત્ર એક પવિત્ર ચીજ હોય છે અને તે વિવાહિત જીવનની નિરંતરતાનું પ્રતિક છે. તેને પતિના મૃત્યુ બાદ જ ઉતારવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ વીએમ વેલુમણિ અને જસ્ટિસ એસ સોંથરની ખંડપીઠે ઈરોડના એક મેડિકલ કોલેજમાં પ્રોફેસર સી શિવકુમારની અરજી પર સુનાવણી કરતા તેમને ડિવોર્સની મંજૂરી આપી દીધી. આ જાણકારી સમાચાર એજન્સી પીટીઆઈએ આપી છે. અરજીકર્તાએ સ્થાનિક ફેમિલી કોર્ટના 15 જૂન 2016ના રોજના એ આદેશને રદ કરવાની માંગણી કરી હતી જેમાં તેમને ડિવોર્સ આપવાની ના પાડવામાં આવી હતી. મહિલાએ કોર્ટમાં સ્વીકાર્યું કે અલગ રહેવા દરમિયાન તેણે પોતાની 'થાલી'ની ચેઈન (વિવાહિત હોવાની નિશાની સ્વરૂપે પત્ની ધ્વારા પહેરાતી પવિત્ર ચેઈન) હટાવી દીધી હતી. જો કે તેણે તર્ક આપ્યો કે તેણે ફક્ત ચેઈન હટાવી હતી. થાલી રાખી મૂકી છે. 


Kota School Controversy: આ પ્રાઈવેટ શાળાના પુસ્તકમાં મમ્મી-પપ્પાને અમ્મી-અબ્બુ કહેવાનું ભણાવાય છે, બાળકો માંગે છે બિરિયાની


મહિલાના વકીલે હિન્દુ વિવાહ અધિનિયમની કલમ સાતનો હવાલો આપતા કહ્યું કે મંગળસૂત્ર પહેરવું જરૂરી નથી. એવું માની પણ લઈએ કે પત્નીએ મંગળસૂત્ર ઉતારી લીધુ તો પણ તેના ઉતારવાથી વૈવાહિક જીવન પર કોઈ અસર પડતી નથી. જેના પર કોર્ટે કહ્યું કે એ સામાન્ય જ્ઞાનની વાત છે કે દુનિયાના આ ભાગમાં થનારા લગ્ન સમારોહમાં પત્નીને મંગળસૂત્ર પહેરાવવું એક જરૂરી અનુષ્ઠાન છે. અહીં મહિલા દ્વારા મંગળસૂત્ર ઉતારવું એ સાબિત કરે છે કે તેણે જાણી જોઈને પતિને ઠેસ પહોંચાડવાના હેતુથી આમ કર્યું. તે ક્રૂરતાની પરાકાષ્ઠા છે. 


Hamid Ansari વિશે થયો નવો ખુલાસો, ખોટું બોલવાનો લાગ્યો આરોપ, પાક પત્રકાર સાથે હતી 'ગાઢ' મિત્રતા


કોર્ટે કહ્યું કે અપીલકર્તા અને તેની પત્ની 2011 બાદથી અલગ રહે છે. સ્પષ્ટ છે કે પત્નીએ આ સમયગાળા દરમિયાન પુર્નમિલન માટે કોઈ પ્રયત્ન કર્યો નથી. પત્નીએ પોતાના કૃત્યથી પતિ સાથે માનસિક ક્રૂરતા કરી છે. આ સાથે જ પેનલે નીચલી કોર્ટના આદેશને રદ કરી દીધો અને અરજીકર્તાને ડિવોર્સ મંજૂર કરી દીધા. 


ખંડપીઠે કહ્યું કે મહિલાએ કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓની હાજરી અને પોલીસ સમક્ષ પણ પુરુષ વિરુદ્ધ પોતાની મહિલા સહયોગીઓ સાથે લગ્નેત્તર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. પીઠે કહ્યું કે તેમને એ માનવામાં કોઈ સંકોચ નથી કે પત્નીએ પતિના ચરિત્ર પર શક કરીને તથા તેની હાજરીમાં લગ્નેત્તર સંબંધના ખોટા આરોપ લગાવીને માનસિક ક્રૂરતા કરી છે. 


Ripudaman Singh Malik: શીખ નેતા રિપુદમન મલિકની કેનેડામાં ગોળી મારીને હત્યા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube