Uttar Pradesh: પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા છે. મેડિકલ કોલેજ પાસે અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરી નાખી. બંનેને મેડિકલ કોલેજ લઈ જવાઈ રહ્યા હતા. અહીં તેમના પર હુમલો થયો. એવું કહેવાય છે કે હુમલો કરનારાઓને પોલીસે પકડી લીધા છે. મળતી માહિતી મુજબ કેટલાક લોકો ત્યાં આવ્યા અને નારા લગાવ્યા. ત્યારબાદ ગોળી મારી. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે. જેમનું નામ માન સિંહ છે. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મજુબ પ્રયાગરાજની કોલ્વિન હોસ્પિટલમાં મેડિકલ કરાવવા પહોંચેલા અતીક અહેમદ અને અશરફ મીડિયા સાથે વાતચીત કરતા હતા અચાનક ત્યારે જ તેમના પર હુમલો થયો. ત્રણ યુવકોએ ફાયરિંગ કર્યું. લગભગ 10 રાઉન્ડ ફાયરિંગ થયું એવું જાણવા મળે છે. હુમલાખોરો પહેલેથી ઘાત લગાવીને બેઠા હતા. અતીક અહેમદના માથામાં ગોળી મારવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોળી માર્યા બાદ હુમલાખોરોએ પોલીસ સામે સરન્ડર કરી દીધુ. હુમલો કરનારાના નામ લવલેશ તિવારી, સન્ની અને અરુણ મૌર્ય હોવાનું સામે આવ્યું છે. 


પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે અતીક અને અશરફની ગોળી મારીને હત્યા


શ્રી રામના નારા અને ગોળીઓથી હચમચ્યું પ્રયાગરાજ...જાણો અતીક-અશરફની હત્યાની કહાની


UP: કેમેરા સામે હત્યા અને પછી સરેન્ડર...અતીકના ત્રણેય હત્યારા હવે પોલીસ કસ્ટડીમાં...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube