ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ પર પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે ફાયરિંગ થયું. જેમાં તેમનું મોત થયું હોવાના સમાચાર છે. અતીક અહેમદ અને અશરફને મેડિકલ માટે લઈ  જવાઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો. બંનેના મૃતદેહોને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા. ઘટનાસ્થળે જય શ્રીરામના નારા પણ સંભળાયા હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કોલ્વિન હોસ્પિટલ પાસે આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસની ટીમ અતી અને અશરફને લઈને જઈ રહી હતી. આ દરમિયાન ત્રણથી ચાર હુમલાખોર અચાનક આવી પહોંચ્યા અને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધુ. આ સમગ્ર હુમલો મીડિયા અને પોલીસ સામે અંજામ આપવામાં આવ્યો. બંને આરોપીઓ પર જ્યારે ફાયરિંગ થયું તે ઘટના કેમેરામાં પણ કેદ થઈ છે. 


જુઓ લાઈવ ટીવી


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube