પ્રયાગરાજઃ વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક કુંભ મેળાના પાંચમા પ્રમુખ સ્નાન પર્વ નિમિત્તે માઘી પૂર્ણિમાના દિવસે મંગલવારે લગભગ 1.25 કરોડ લોકોએ ગંગા અને સંગમસ્થળે ડૂબકી લગાવી હતી. માઘી પૂર્ણિમાની સાથે જ કલ્પવાસીઓનો એક મહિનાથી ચાલતો કલ્પવાસ મંગળવારે સમાપ્ત થઈ ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંભ મેળાના આયોજનતંત્રના અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું કે, "મંગળવારે માઘી પૂર્ણિમા નિમિત્તે એક કરોડ પચીસ લાખ લોકોએ 8 કિલોમીટરના દાયરામાં બનેલા 40 ઘાટ પર પવિત્ર સ્નાન કર્યું હતું. મકરસક્રાંતીથી માઘી પૂર્ણીમા સુધી 20 કરોડ 54 લાખ લોકોએ કુંભમાં સ્નાન કર્યું છે."


કલ્પવાસીઓ માટે પવિત્ર સ્નાન
માઘી પૂર્ણિમાનું સ્નાન કલ્પવાસીઓ માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે. કેમ કે માઘી પૂર્ણિમાના દિવસે જ તેઓ સંગમમાં સ્નાન કરીને વિધી વિધાન સાથે કલ્પવાસનો સંકલ્પ પૂરો કરે છે. કુંભ મેળામાં લગભગ 10 લાખ લોકોએ કલ્પવાસ કર્યો હતો. 


આજે રાત્રે ચંદ્ર જોવાનું ચૂકશો નહીં, 30 ટકા મોટો અને વધુ ચમકદાર હશે


440 સીસીટીવીની નજર
માઘી પૂર્ણિમા નિમિત્તે અરૈલ ઘાટ, સંગમ નોજ, કિલ્લા ઘાટ, સરસ્વતી ઘાટ, નાગવાસુકી ઘાટ સહિત અન્ય ઘાટો પર દેખરેખ રાખવા માટે 96 કન્ટ્રોલ વોચટાવર બનાવાયા હતા અને સાથે જ 440 સીસીટીવી કેમેરાની મદદથી નજર રાખવામાં આવી હતી. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લીક...