નવી દિલ્હી: આ એવોર્ડ એશિયાની વ્યક્તિઓ અને સંસ્થાઓને પોતપોતાના ક્ષેત્રમાં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યો માટે આપવામાં આવે છે. જણાવી દઇએ કે, આ એવોર્ડ ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમોન મેગ્સેસની યાદમાં આપવામાં આવે છે. એશિયાના નોબેલ કહેવાતા રેમોન મેગ્સેસે એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. વર્ષ 2019માં મેગ્સેસે એવોર્ડ પ્રાપ્ત કરનાર 5 લોકોમાં ભારતીય પત્રકાર રવીશ કુમારનું પણ નામ સામેલ છે. રવીશ કુમારને હિન્દી ટેલિવિઝન પત્રકારત્વમાં તેમના યોગદાન માટે આ એવોર્ડ મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- માઇક પોમ્પિયોથી મળ્યા વિદેશ મંત્રી, કહ્યું કશ્મીર ભારત-PAK વચ્ચેનો મુદ્દો


જણાવી દઇએ કે, મેગ્સેસે એવોર્ડ માટે વિભાજિત શ્રેણિયોમાં જર્નાલિઝમ, સાહિત્ય અને ક્રિએટિવ કમ્યુનિકેશન આર્ટ્સને એક જ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્તકર્તાઓમાં રવીશ કુમાર 11માં ભારતીય છે.


કાશ્મીર પર વિવાદિત નિવેદન બાદ ટ્રમ્પે કેમ કહ્યું- PM મોદી ખુબજ શાનદાર વ્યક્તિ છે?


જર્નાલિઝમ, સાહિત્ય અને ક્રિએટિવ કમ્યુનિકેશન આર્ટ્સની કેટેગરીમાં મેગસેસે એવોર્ડ મેળવનાર ભારતીય


1. 2019- રવીશ કુમાર
2. 2007- પાલગુમ્મી સાઇનાથ
3. 1997- મહેશ્વેતા દેવી
4. 1992- રવિ શંકર
5. 1991- કે વી સુબબના
6. 1984- રાશીપુરમ લક્ષ્મણ
7. 1982- અરૂણ શૌરી
8. 1981- ગોર કિશોર ઘોષ
9. 1975- બૂબલી જોર્જ વર્ગીસ
10. 1967- સત્યજિત રાય
11. 1961- અમિતાભ ચૌધરી


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...