નવી દિલ્હીઃ હરિયાણા અને મહારાષ્ટ્રમાં મતદાન પુરું થયા પછી EXIT POLLનાં પરિણામ આવવા લાગ્યા છે. તેના અનુસાર બંને રાજ્યમાં લગભગ ભાજપ બીજી વખત સરળતાથી સત્તા પ્રાપ્ત કરી રહી છે. એટલે કે, 2019ની સામાન્ય ચૂંટણી પછી મોદી લહેર સતત મજબૂત થઈ છે. મોટાભાગના એક્ઝીટ પોલમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને બે તૃતિયાંશ બહુમત મળવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર Exit Poll Results....
ABP-C Voterના EXIT POLLમાં મહારાષ્ટ્રની 288 સીટમાંથી ભાજપ-શિવસેના ગઠબંધનને 204 સીટ મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ જ રીતે કોંગ્રેસ-શિવસેના ગઠબંધનને 69 સીટ અને અન્ય પક્ષોને 15 સીટ મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 


મહારાષ્ટ્રની 288 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6.00 કલાક સુધી 55.37% મતદાન


R-ભારત જન કી બાત સર્વેમાં ભાજપ ગઠબંધનને 223, કોંગ્રેસ ગઠબંધનને 55 સીટ અને અન્યને શૂન્ય સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આ જ રીતે Aaj-Tax Axis સર્વેમાં ભાજપ ગઠબંધનને 180, કોંગ્રેસ ગઠબંધનને 81 અનેઅન્યને 27 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. 


News18-IPSOS અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને 243, કોંગ્રેસ ગઠબંધનને 42 અને અન્યને 3 સીટ મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 


Times Now એક્ઝીટ પોલ અનુસાર ભાજપ ગઠબંધનને 288માંથી 230, કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 48 અને અન્યને 10 સીટ મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ વૃદ્ધામાં પણ જોવા મળ્યો ગજબનો ઉત્સાહ


હરિયાણા Exit Poll Results....
R-ભારત જન કી બાત સર્વેમાં ભાજપને 58, કોંગ્રેસને 17 સીટ અને અન્યને 15 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ABP-C Voterના EXIT POLLમાં હરિયાણાની 90 સીટમાંથી ભાજપને 72 સીટ, કોંગ્રેસને 8 સીટ અને અન્યના ખાતામાં 10 સીટ મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 


હરિયાણાની 90 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6 કલાક સુધી 61.72 ટકા મતદાન


સીએનએન-ન્યૂઝ 18 IPSOS એક્ઝીટ પોલ અનુસાર ભાજપ હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટમાંથી 75 સીટ જીતી શકે છે. કોંગ્રેસના ખાતામાં 15 અને ઈનેલોને શૂન્ય સીટ મળવાની સંભાવના છે. 


Times Nowના એક્ઝીટ પોલ અનુસાર રાજ્યની 90 સીટમાંથી ભાજપને 71, કોંગ્રેસને 11 અને અન્યને 8 સીટ મળવાનું અનુમાન છે. 


ZeeMahaexitPoll
ZEE ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા મહા એક્ઝીટ પોલમાં ભાજપને 67, કોંગ્રેસને 12 અને અન્ય પક્ષોને 11 સીટ મળવાનો અંદાજ છે. 


હરિયાણા ચૂંટણી: દુષ્યંત ચૌટાલા ટ્રેક્ટર પર તો CM ખટ્ટર સાઈકલ ચલાવી મત આપવા પહોંચ્યા


હરિયાણામાં કુલ મતદારોની સંખ્યા 1,82,825,70 છે. હરિયાણાની 90 સીટ પર કુલ 1169 ઉમેદવાર છે, જેમાં મહિલાઓની સંખ્યા 104 છે. ભાજપ અને કોંગ્રેસ તમામ 90 સીટ પર લડી રહ્યાં છે, જ્યારે બીએસપી 87 અને ઈનેલો 81 સીટ પર ચૂંટણી મેદાનમાં છે. ભાકપા 4 અને માકપા 7 સીટ પર ચૂંટણી લડી રહી છે. અપક્ષ ઉમેદવારની સંખ્યા 434 છે.


હરિયાણા: 'મત આપવો એ ગાયને ખાવાનું ખવડાવવા જેટલું પુણ્યનું કામ છે' 


જુઓ LIVE TV...


ભારતના વધુ બે સમાચાર માટે અહીં કરો ક્લિક...