શું મહાકુંભની ભવ્યતા, દિવ્યતાથી કોઈ પરેશાન છે? મહાકુંભમાં મધરાતે એવું તે શું થયું કે શ્રદ્ધાળુઓ વચ્ચે નાસભાગ મચી ગઈ? સહયોગી વેબસાઈટ ઝી ન્યૂઝે સૌથી પહેલા એ સમાચાર આપ્યા કે અફવાઓના કારણે  ભાગદોડ મચી. ત્યારબાદ સંતોથી લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ સમાચાર પર મહોર લગાવી. આવામાં એ સવાલ છે કે શું સનાતન વિરોધીઓએ મહાકુંભમાં મહાસ્નાનના દિવસે વિધ્ન નાખવાની કોશિશ કરી? શું અફવાઓના કારણે જ મહાકુંભમાં ભાગદોડ થઈ? શું કોઈ મહાકુંભને બદનામ કરવા માંગે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો આ સવાલોના જવાબ સીધી રીતે ઉપલબ્ધ નથી પરંતુ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં યુપીના પૂર્વ ડીજીપી એકે જૈને કહ્યું કે "બની શકે કે આ કોઈ ષડયંત્ર હોય, એ પણ બની શકે કે કોઈએ અફવા ફેલાવી હોય કે આટલા વાગે સ્નાન કરો, આટલું ન કરો અને આટલા વાગ્યા બાદ સ્નાનની મંજૂરી નહીં મળે. આ તો હાલ તપાસનો વિષય છે." જૈને વધુમાં કહ્યું કે "બની શકે કે કોઈને આટલા મોટા અને સફળ તથા શાંતિપૂર્વક આયોજનથી ઘણા લોકોને એ વાતનું કષ્ટ થયું હોય". 


કેટલાક લોકો તો અસંતુષ્ટ હશે જ...
ઝી ન્યૂઝ સાથે વાત કરતા અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ કહ્યું કે સનાતન વિરોધીઓ પરેશાન છે અને તેઓ અફવાઓ ફેલાવી રહ્યા છે. આ ઉપરાંત દેવકીનંદન ઠાકુરે  પણ તેને ષડયંત્ર ગણાવ્યું છે. આ સાથે જ ધર્મગુરુ આનંદ મહારાજ સ્વરૂપે કહ્યું કે ચોક્કસ પણએ કેટલાક લોકોને સારું નથી લાગતું કે આયોજન સફળ રહે. આયોજનનો શ્રેય સરકારને મળે. કારણ કે આટલી મોટી વ્યવસ્થા છે તો કેટલાક લોકો સંતુષ્ટ હશે તો કેટલાક લોકો અસંતુષ્ટ હશે. તેમણે કહ્યું કે આ બધુ રાજકારણ છે. આવું થવું જોઈએ નહીં. 


સીએમ યોગીએ પણ કહ્યું-નકારાત્મક અફવાઓ
આ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે અફવાઓથી દૂર રહો. કોઈ પણ વ્યક્તિ નકારાત્મક અફવાઓ ફેલાવવાની કોશિશ કરશે તો નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું કે સ્થિતિ કાબૂમાં છે પરંતુ દબાણ જરૂર છે. આવામાં કોઈ પણ નકારાત્મકતા પર વિશ્વાસ ન કરવામાં આવે. તેમણે કહ્યું કે રાતે એકથી બે વાગ્યા વચ્ચે અખાડા માર્ગ પર જ્યાંથી અમૃત સ્નાનના હેતુસર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા તે બેરિકેડ્સને કૂદીને આવવામાં કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને તત્કાળ હોસ્પિટલ પહોંચાડીને સારવારની વ્યવસ્થા કરાઈ છે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ છે. 


જ્યાં છો ત્યાં જ સ્નાન કરો- સીએમ યોગી
તેમણે શ્રદ્ધાળુઓને અપીલ કરતા કહ્યું કે હું લોકોને અપીલ કરીશ કે તેઓ પ્રશાસનના નિર્દેશોનું પાલન કરે અને અફવાઓ પર ધ્યાન ન આપે. હું બધાને કહીશ કે તેઓ જે પણ ઘાટ પર હોય ત્યાં સ્નાન કરે. સંગન નોજ પર જ સ્નાન જરૂરી નથી. તમામ શ્રદ્ધાળુઓ ત્યાં જતા બચે. સકુશળ સ્નાન કરવું આપણી પ્રાથમિકતા છે. પ્રયાગરાજમાં ભીડનું ભારે દબાણ છે. આથી પહેલા શ્રદ્ધાળુઓ સ્નાન કરશે અને પછી જ સંત સ્નાન કરશે.