ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોય છે. વિવિધ હિલ સ્ટેશનો પર જાઓ તો તમને ગુજરાતીઓ ચોક્કસપણે જોવા મળે છે. તમને આજે એક એવા હિલ સ્ટેશનની વાત કરીશું જે માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ બોલીવુડ હસ્તીઓનું પણ મનગમતું હિલ સ્ટેશન છે. અહીં ફિલ્મોનું શુટિંગ પણ થતું હોય છે. આ હિલ સ્ટેશન એટલું તે અદભૂત છે કે તેને હિલ સ્ટેશનોનો રાજા કહેવામાં આવે છે. તો ચાલો આ હિલ સ્ટેશન વિશે જાણીએ. બોલીવુડનું પણ મનગમતું સ્થળ છે. અહીં ઘણી ફિલ્મોનું શુટિંગ થયેલું છે. જેમ કે સિંઘમ, સ્વદેશ, બોલ બચ્ચન, આર રાજકુમાર, ચેન્નાઈ એક્સપ્રેસ, બાજીરાવ મસ્તાની, દબંગ 1 અને 2, જીસ દેશમાં ગંગા રહેતા હૈ, ગંગાજળ વગેરે...વગેરે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હિલ સ્ટેશનનું નામ છે મહાબળેશ્વર. જે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું શાનદાર માઉન્ટેન સિટી છે. પશ્ચિમી ઘાટ પર 1353 મીટર પર આવેલું આ હિલ સ્ટેશન હિલ સ્ટેશનોનો રાજા ગણાય છે. અહીંથી ભવ્ય શિખરો અને આજુબાજુના જંગલોની સાથે મેદાની વિસ્તારોનો ખુબસુરત નજારો જોઈ શકાય છે. તે મુંબઈ અને પુણે નજીક જોવાનું એક અદભૂત જગ્યાઓમાંથી એક છે. ભારતના એક ખુબ જ લોકપ્રિય હિલ સ્ટેશન રોમાંચ ઈચ્છનારાઓ અને પ્રકૃતિ પ્રેમીઓને ખુબ આકર્ષિત  કરે છે. તમારા શરીર અને દિમાગને રિલેક્સ કરવા માટે આ એક અદભૂત અને રમણીય જગ્યા છે. તેના ફરવા લાયક સ્થળો વિશે જાણીએ. 


પ્રતાપગઢ કિલ્લો
તે મહાબળેશ્વરની પાસે આવેલો છે. આ કિલ્લાની પહાડની ટોચથી મોટી મોટી ઘાટીઓ, ઝરણા અને આખુ શહેર જોઈ શકાય છે. એક પહાડની ટોચ પર સ્થિત કિલ્લો મૂળ તો વર્ષ 1665માં મરાઠા શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. જો તમે પ્રતાપગઢ કિલ્લો જોવા માંગતા હોવ તો ચોમાસાનો સમય સારો રહે છે. ઈતિહાસના ભયંકર યુદ્ધોમાંથી એક એવા પ્રતાપગઢની લડાઈ બાદ ત્યારથી આજ સુધી કિલ્લો એક ખંડેર તરીકે ઊભો છે. આમ છતાં તેની આજુબાજુની સુંદરતા અને વારસો લોકોને આકર્ષે છે. અહીં મહાદેવ મંદિર, ભવાની મંદિર છે. 



મેપ્રો ગાર્ડન
મહાબળેશ્વર  ફરવા માટે જો કોઈ સૌથી સારી જગ્યા હોય તો તે છે મેપ્રો ગાર્ડન. આ ગાર્ડન તેની સ્ટ્રોબેરી ઉત્પાદન માટે  ખુબ ફેમસ છે. મેપ્રો મધ, ચોકલેટ, ગુલંકદ ઉપરાંત અનેક ઉત્પાદનો તૈયાર કરે છે. એટલે સુધી કે તમે તાજા સ્ટ્રોબેરીથી તૈયાર કેટલાક  ફળોના સલાડ, સ્ટ્રોબેરી શેક, અને આઈસ્ક્રીમ ટ્રાય કરી શકો છો. અહીં દર વર્ષે મે મહિનામાં 9 દિવસ સુધી સ્ટ્રોબેરી ફેસ્ટીવલ લાગે છે. 



એલીફન્ટ હેડ પોઈન્ટ
એલીફન્ટ પોઈન્ટ મહાબળેશ્વરમાં જાણીતો વિન્ટેજ પોઈન્ટ છે. તમે પરિવાર અને મિત્રો સાથે પિકનિક મનાવવા માટે અહીં મહાબળેશ્વરમાં આવી શકે છે. જો તમે આ જગ્યાને ધ્યાનથી જુઓ તો તે હાથીના માથા અને પીઠ સમાન જોવા મળશે. તેને નીડલ હોલ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂરતી હરિયાળી અને કુદરતી સૌંદર્યની સાથે તે શાનદાર પહાડી સ્થાન પર્યટકો માટે મહાબળેશ્વરમાં એક દિવસનો આનંદ લેવા માટે શાનદાર જગ્યા છે. 



વેના લેક
વેના લેક 28 એકરમાં માનવ નિર્મિત ઝીલ છે. શરૂઆતમાં તેને શહેરમાં પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે બનાવવામાં આવી હતી. ઝીલ ચારેબાજુથી ઝાડોથી ઘેરાયેલી છે. અહીં માછલી પકડવી અને મિની ટ્રેનની સવારી કરવાની એક અલગ જ મજા છે. તમે ઝીલમાં બોટિંગ, હોર્સ રાઈડિંગ જેવા એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો. અહીં સાંજે ઝીલના કિનારે સૂર્યાસ્તનો સુંદર નજારો જોવા મળે છે. 



તપોલા
તપોલાને મિની કાશ્મીર પણ કહે છે. આ જગ્યાને કેટલાક લોકો શિવસાગર ઝીલ તરીકે પણ ઓળખે છે. આ જગ્યા પોતાની સુંદરતા અને જંગલ ટ્રેક માટે પર્યટકોમાં ખુબ પ્રસિદ્ધ છે. ઝીલ પાર ગાઢ જંગલોમાં સ્થિત વસોટા અને જયગઢ મંદિરોની સેર કરી શકો છો. પર્યટકો માટે આ ઝીલ આખો દિવસ ખુલ્લી રહે છે. પરંતુ આમ છતાં જો તમે સુંદર નજારાનો આનંદ લેવા માંગતા હોવ તો સૂર્યાસ્તસુધીનો સમય અહીં આવવા માટે સૌથી સારો છે. 



મહાબળેશ્વર મહારાષ્ટ્રમાં સૌથી લોકપ્રિય હોલીડે સ્પોટ છે. મુંબઈ અને પુણે જેવા શહેરોથી લોકો વીકેન્ડમાં અહીં રજા માણવા માટે આવે છે. તેની આજુબાજુ ઘરવાની જગ્યા ખુબ જ સુંદર અને મનમોહક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube