પ્રયાગરાજમાં મળી મહાભારતના સમયની સુરંગ, શું પાંડવો અહીંથી જ નિકળ્યા હતા ?
મહાભારતકાળની કથામાં આજે પણ ભારતવાસીઓનો પહેલાથી જ રસ રહ્યો છે અને લોકો તે અંગે માહિતી મેળવવા માટે પણ ઉત્સુક રહેતા હોય છે. આ જ કારણથી તીર્થનગરી પ્રયાગરાજમાં મહાભારત કાળનું લાક્ષ્યાગૃહનું જંગલ ફરીથી સમાચારોમાં આવી ગયું છે. થોડા દિવસો પહેલા અહીં ચાલી રહેલા ખોદકામ દરમિયાન એક ખંડરમાં સુરંગ મળી આવી જે લોકો માટે કુતુહલનો વિષય બનેલો છે. આ સુરંગ આશરે ચાર ફુટ પહોંલી છે, પરંતુ હજી સુધી સુરંગનો થોડોક જ હિસ્સો દેખાઇ રહ્યો છે, બાકીનો હિસ્સો માટીનાં એક ઢુંવા નીચે દબાયેલો છે.
અમદાવાદ : મહાભારતકાળની કથામાં આજે પણ ભારતવાસીઓનો પહેલાથી જ રસ રહ્યો છે અને લોકો તે અંગે માહિતી મેળવવા માટે પણ ઉત્સુક રહેતા હોય છે. આ જ કારણથી તીર્થનગરી પ્રયાગરાજમાં મહાભારત કાળનું લાક્ષ્યાગૃહનું જંગલ ફરીથી સમાચારોમાં આવી ગયું છે. થોડા દિવસો પહેલા અહીં ચાલી રહેલા ખોદકામ દરમિયાન એક ખંડરમાં સુરંગ મળી આવી જે લોકો માટે કુતુહલનો વિષય બનેલો છે. આ સુરંગ આશરે ચાર ફુટ પહોંલી છે, પરંતુ હજી સુધી સુરંગનો થોડોક જ હિસ્સો દેખાઇ રહ્યો છે, બાકીનો હિસ્સો માટીનાં એક ઢુંવા નીચે દબાયેલો છે.
9 નવેમ્બરથી ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખુલસે કરતારપુર કોરિડોર
સુરંગ મુદ્દે લોકોનો દાવો કરી રહ્યા છે કે આ તે જ સુરંગ છે, જેના દ્વારા દ્વાપર યુગમાં પાંડવોએ લાક્ષાગૃહમાંથી ચુપચાપ બહાર નિકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. સુરંગ મળ્યા બાદ પ્રયાગરાજનાં આ ખંઢેરને ફરીથી મહાભારતકાળના લાક્ષાગૃહ જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. આ સુરંગને ખંઢેરને મહાભારતકાળનાં લાક્ષાગૃહ જાહેર કરીને તેને પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત કરવા માટે લોકોએ અવાજ ઉઠાવ્યો છે.
શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક
પ્રાઈવેટ કાર માલિક પણ હવે કરી શકશે કાર પૂલિંગ, સરકારે નક્કી કરી ગાઈડલાઈન્સ
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાભારત કાળમાં દુર્યોધને પાંડવોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જે માટે ગંગા નદીના કિનારે લાક્ષાગૃહ (લાખ માંથી ઘર બનાવ્યું) બનાવ્યું હતું. મહાભારતની કથા અનુસાર વિદુરે પાંડવોને દુર્યોધનના આ કાવત્રાની માહિતી આપી દીધી તી. આ માહિતી મેળવીને પાંડવો એક સુરંગ બનાવીને ચુપચાપ બહાર નિકળી ગયા હતા અને પોતાનો જીવ બચાવી લીધો હતો.
બાબરી મસ્જિદ એક્શન કમિટી સંયોજકનું મોટું નિવેદન, અયોધ્યા મામલે કોઇ વાતચીત મંજૂર નથી...
મહાભારતમાં આ ઘટનામાં વિસ્તારથી વર્ણન તો છે, જો કે લાક્ષાગૃહ કયા સ્થળે હતું તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. દેશમાં ચાર-પાંચ એવા સ્થળ છે, જેના મહાભારત કાળનું લાક્ષાગૃહ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રયાગરાજ શહેરમાં સંગમથી આશરે પચાસ કિલોમીટર દુર હંડિયા વિસ્તારમાં ગંગા નદીના કિનારે આવુ જ એક ખંઢેર છે, જેને મહાભારત કાળનું લાક્ષાગૃહ કહેવામાં આવે છે.