મહાકુંભ 2021: આજથી બીજા શાહી સ્નાનનો પ્રારંભ, કોરોના કાળમાં પ્રતિબંધો સાથે ગંગામાં આસ્થાની ડૂબકી
ઉતરાખંડના હરિદ્વારમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. 12 એપ્રિલ એટલે કે આજે અહીં શાહી સ્નાન યોજાયું જે ક્રમ પ્રમાણે બીજું શાહી સ્નાન છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉતરાખંડના હરિદ્વારમાં યોજાયેલા મહાકુંભમાં માં ગંગાના પાવન કિનારા પર હરિદ્વાર મહાકુંભ (Haridwar Mahakumbh 2021) ની અદ્ભુત છટા છવાયેલી છે. આ કુંભ મેળાને પોલીસનો ચૂંસ્ત બંદોબસ્ત જોવા મળ્યો. 15 એપ્રિલ સુધી હરિદ્વારમાં ભારે વાહનો પર લગાવાઈ છે રોક. જ્વાલાપુર રેલવે સ્ટેશનને કેટલીયે ટ્રેનનું સ્ટેશન બનાવવામાં આવ્યું.
બતાવો પડે છે કોવિડ-19 રિપોર્ટ
30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભમાં ગંગા સ્નાન માટે ભક્તોને કોવિડ-19 (Covid-19) 72 કલાક પહેલાનો RT-PCR નેગેટીવ રિપોર્ટ બતાવવો પડે છે. કડક નિયમો વચ્ચે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
હર કી પૈડી પર સંતોની ડૂબકી
12થી 14 એપ્રિલ સુધી ચાલનારા શાહી સ્નાનમાં સામન્ય વ્યક્તિ સ્નાન કરી શકતા નથી. હરકી પૈડી સંતોના સ્નાન માટે રીજર્વ હોય છે. બહારના રાજ્યોથી પહોંચવાવાળા શ્રદ્ધાળુઓને પાર્કિંગની પાસે બનેલા ઘાટ પર સ્નાન કરાવવામાં આવ્યું.
આરોગ્ય સેતુ એપ જરૂરી
મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયાત રાખવી પડશે. આ એપ રાખવાથી આસપાસના વિસ્તારોમાં કોવિડના કેસની જાણકારી મળે છે જેથી આ એપ ફરજીયાત કરાઈ છે.ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને રોજ 50,000 કોવિડ-19 ટેસ્ટ કરવાનો આદશે કર્યો છે.
ક્યારે-ક્યારે શાહી સ્નાન
કુંભ મેળાનો સમય ઓછો કરવાની સાથે એક સાથે શાહી સ્નાન (Shahi Snan) કરવાની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો. પહેલાં જ્યાં કુંભ મેળા દરમિયાન 4 શાહી સ્નાન થતા હતા આ વખતે 3 સ્નાન થશે.
એપ્રિલ મહિનામાં 3 શાહી સ્નાન
પહેલું શાહી સ્નાન 12 એપ્રિલ
બીજુ શાહી સ્નાન 14 એપ્રિલ
ત્રીજુ શાહી સ્નાન 27 એપ્રિલ
પોલીસની ચૂસ્ત સુરક્ષા
હરિદ્વારથી લઈને દેવપ્રયાગ સુધી 670 હેક્ટરથી વધારે વિસ્તારમાં ફેલાયાલા મહાકુંભ પર નજર રાખવા માટે 12000 પોલીસ અને 400 અર્ધસૈનિક બળ ખડેપગે છે. આ સુરક્ષા બૂળો કાયદો અને વ્યવસ્થાની સાતે કોવિડ-19ના નિયમોનું પણ પાલન કરાવે છે.