Mahakumbh 2025: મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગ, 10 થી વધુના મોતની આશંકા, અનેક ઘાયલ, અમૃત સ્નાન રદ્દ

Mahakumbh 2025: મહાકુંભમાં બીજા અમૃત સ્નાન એટલે કે મૌની અમાવસ્યાના દિવસે ભગદડ મચી હતી. સંગમ પર થયેલી નાસભાગના કારણે 10 થી વધુ લોકોના મોતની આશંકા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. મહાકુંભમાં મૌની અમાવસ્યા એટલે કે બુધવારે બીજું અમૃત સ્નાન થવાનું હતું. અમૃત સ્નાનને લઈને મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં પહોંચ્યા હતા. કોઈ કારણોસર મોડી રાત્રે ત્રણ વાગ્યે મહાકુંભમાં સંગમ પર ભગદળ મચી ગઈ. આ ઘટનામાં 10 થી વધુ લોકોના મોત થયાની આશંકા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના પછી અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કરી દીધું છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 29 જાન્યુઆરી: આજે સંપત્તિનો વિસ્તાર થશે, જીવનધોરણમાં સુધારો થશે
મહાકુંભમાં રાત્રે 3:00 વાગ્યે નાસભાગ મચી ગઈ હતી. જેમાં અનેક શ્રદ્ધાળુ ઘાયલ થયા હતા. લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં 10 થી વધુ લોકોના મોતની આશંકા પણ છે. જો કે આ અંગે હજુ સુધી પુષ્ટિ કરવામાં નથી આવી. મૌની અમાવસ પર મહાકુંભમાં બીજું અમૃત સ્નાન થાય છે. જેમાં કરોડોની સંખ્યામાં લોકો મહાકુંભ પહોંચ્યા હતા. મહાકુંભમાં અચાનક જ ભગદડ મચી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ પણ વાંચો: Bad Habits: સ્ત્રીની 8 ખરાબ આદતો ઘરમાં લાવે છે ગરીબી, ધન બચાવવું હોય તો તુરંત સુધારો
મહત્વનું છે કે બેકાબૂ થયેલી ભીડે મંગળવારે બપોરે પણ ઘણી બધી જગ્યાએ બેરીકેડ તોડી નાખ્યા હતા. રાત્રે સ્નાન શરૂ થયા પછી સંગમ પર ભીડ વધી ગઈ હતી. ત્યાર પછી અચાનક જ લોકો ભાગવા લાગ્યા. જેના કારણે કેટલાક લોકો નીચે પડી ગયા અને નાસભાગમાં દબાઈ ગયા.
આ પણ વાંચો: સંકટથી બચાવી લેશે ઊંધો સાથિયો, જાણો ક્યારે અને ક્યાં કરવો ? ભાગ્ય બદલી શકે છે આ ઉપાય
નાસભાગની ઘટના પછી અખાડા પરિષદ તરફથી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું કે અમૃત સ્નાન રદ કરવામાં આવે છે. હવે વસંત પંચમીનું સ્નાન ધામધૂમથી કરવામાં આવશે. આજનું સ્નાન રોકી દેવામાં આવ્યું છે.