મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ જોતા હવે મુંબઈ પોલીસ (Mumbai Police) માં પણ વર્ક ફ્રોમ હોમની શરૂઆત થઈ રહી છે. મહારાષ્ટ્ર પોલીસના DGP તરફથી આ અંગે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે છેલ્લા 10 દિવસથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને લગભગ 47 હજાર નવા કેસ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ માટે આ પ્રકારે લાગુ થશે વર્ક ફ્રોમ હોમ
આદેશ મુજબ ક્લાસ એ અને  બીના અધિકારીઓની 100 ટકા હાજરી જરૂરી છે. ત્યારબાદ પોલીસ કાર્યાલયમાં કામ કરનારા ક અને ડ ગ્રુપ એટલે કી સી અને બી વર્ગના કર્મચારીઓની હાજરી 50 ટકા કરવામાં આવી છે જેમાં 25 ટકા સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી બોલાવવામાં આવ્યા છે અને બાકીના 25 ટકા સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બોલાવવામાં આવ્યા છે. કોને કામ પર બોલાવવાના છે તેનો નિર્ણય પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારી લેશે. બાકીના બચેલા કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરશે અને ફોન પર ઉપસ્થિત રહેશે. જેમને જરૂર પડ્યે બોલાવી શકાય. 


મહારાષ્ટ્રમાં મળ્યા કોરોનાના બે નવા વેરિએન્ટ
કોરોના (Corona Virus) ના 2 નવા વેરિએન્ટ પકડમાં આવ્યા છે. કેન્દ્ર સરકારે Indian Sars-Cov-2 Genomics Consortium નામથી કમિટી બનાવી હતી. આ કમિટીએ ભારતમાં 3500 સેમ્પલ જોયા. જેમાંથી પહેલા યુકે વેરિએન્ટના 187 કેસ જોવા મળ્યા. બીજો સાઉથ આફ્રિકા વેરિએન્ટ 6 લોકોમાં જોવા મળ્યો. ત્રીજો બ્રાઝિલવાળો સ્ટ્રેન વેરિએન્ટ 1 વ્યક્તિમાં જોવા મળ્યો. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ચોથા અને પાંચમા બે નવા વેરિએન્ટ મળ્યાની પુષ્ટિ થઈ છે. આ જ રીતે અત્યાર સુધીમાં કુલ 5 વેરિએન્ટ પકડમાં આવ્યા છે. 


Mohan Delkar ની સ્યૂસાઈડ નોટ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણો પોલીસે શું કહ્યું? 


પાંચ રાજ્ય સરકારોએ લગાવ્યો પ્રતિબંધ
કોવિડ-19ના વધતા કેસ જોતા મહારાષ્ટ્ર (Maharashtra) સહિત પાંચ રાજ્ય સરકારોએ નવા પ્રતિબંધ લગવ્યા છે. આ રાજ્યોમાં બહારથી આવનારા લોકોના બોર્ડર અને એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોના વાયરસના વધતા કેસ જોતા યુપી, એમપી અને ગુજરાતે 'હાઈ રિસ્ક' સ્ટેટ મહારાષ્ટ્રથી આવતા લોકોના સ્ક્રિનિંગના નિર્દેશ આપ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસમાં ખુબ ઉછાળો જોવા મળ્યો છે. 


દેશનાં કુલ CORONA કેસમાં કેરળ અને મહારાષ્ટ્રનાં 75 ટકા કેસ, PMO ધ્વારા ઇમરજન્સી મીટિંગ બોલાવાઇ


કોરોના લેટેસ્ટ અપડેટ, નવા 13,742 કેસ
દેશમાં કોરોનાની સ્થિતિ જોવા જઈએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 13,742 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,10,30,176 પર પહોંચી ગયો છે જેમાંથી 1,07,26,702 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 1,46,907 લોકો હજુ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 104 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. કુલ મૃત્યુઆંક 1,56,567 પર પહોંચી ગયો છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,21,65,598 લોકોને રસી અપાઈ ચૂકી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube