મુંબઈ-ગોવા હાઈવે પર એક કાર અને ટ્રકની ભીષણ ટક્કર થઈ જેમાં નવ લોકોના દર્દનાક મોત થયા છે. મળતી માહિતી મુજબ નવ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ મૃતકોમાં 5 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાયગઢ પોલીસે માહિતી આપતા કહ્યું કે રાયગઢ જિલ્લાના રેપોલી વિસ્તારમાં કાર અને ટ્રક અથડાતા 9 લોકોના મોત નિપજ્યાં જ્યારે એક બાળક ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ થયો. ટ્રક અને કારની ટક્કરમાં કારનો ખુડદો બોલાઈ ગયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube