નાસિક: મહારાષ્ટ્રના નાસિકમાં ચક્કર આવી જવાથી અને શ્વાસ ચડવાના કારણે 9 લોકોના મોત થઈ ગયા. પોલીસ રેકોર્ડ મુજબ આ મોત છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. કોરોના વાયરસ મહામારીના વધતા કેસ વચ્ચે આ રીતે થયેલા આટલા મોતે ચિંતા વધારી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા એક મહિનામાં 50થી વધુ મોત
નાસિકમાં છેલ્લા એક મહિનામાં ચક્કર આવવાના કારણે શ્વાસ ચડવાના કારણે 50થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ પ્રકારે નવા કેસ આવવાથી લોકોમાં ડરનો માહોલ છે અને કોરોના વાયરસ સંક્રમણની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. 


નાસિક જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી
નાસિકમાં કોરોના દર્દીઓના ઓક્સિજનમાં કમી થઈ રહી છે અને પૂરતો સપ્લાય ન થવાના કારણે સમસ્યા થઈ રહી છે. ઉમા હોસ્પિટલના ડોક્ટર યોગેશ મોરેએ જણાવ્યું કે જ્યારે ઓક્સિજન સપ્લાય વધશે ત્યારે જ વધુ દર્દીઓ દાખલ કરાવી શકાય છે. અમારે દરરોજ 50 સિલિન્ડરને જરૂર છે પરંતુ હાલ 30 જ મળી રહ્યા છે. 


નાસિકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ
આ બધા વચ્ચે નાસિકમાં કોરોનાનો કેર સતત વધી ર હ્યો છે. ગુરુવારે 5067 નવા કેસ સામે આવ્યા. જ્યારે 35 લોકોના મોત થયા. આ અગાઉ બુધવારે 6829 નવા કેસ સામે આવ્યા. જ્યારે 29 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે નાસિકમાં અત્યાર સુધીમાં 248868  લોકો કોવિડ-19થી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 2816 લોકોના મોત થયા છે. 


Corona ના નવા બે લક્ષણ સામે આવ્યા, જરાય નજરઅંદાજ ન કરતા


MP: વોર્ડ બોયે કોરોના દર્દીનો ઓક્સિજન સપોર્ટ કાઢી નાખ્યો, દર્દી મોતને ભેટ્યો, CCTVમાં ઘટના કેદ


Coronavirus: ભારતમાં Double Mutant Virus એ મચાવ્યો છે હાહાકાર!, જાણો કેમ આટલો જોખમી છે આ નવો સ્ટ્રેન?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube