મુંબઈ: મહારાષ્ટ્ર હાલ તો કોરોનાકાળમાં કોરોનાના પ્રકોપના કારણે ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેના કારણે મહારાષ્ટ્ર ચર્ચામાં છે. એક રેલવે કર્મચારીએ પોતાના જીવના જોખમે બાળકનો જીવ બચાવ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના મુંબઈ પાસે આવેલા વાંગણી સ્ટેશનની છે. જ્યાં પ્લેટફોર્મ પરથી સંતુલન ગુમાવીને બાળક પાટા પર પડ્યો. બાળકનો જીવ લગભગ જોખમમાં હતો પરંતુ ટ્રેન પહોંચે તે પહેલા જ રેલવે કર્મચારીએ બાળકને બચાવી લીધો. 



આ કર્મચારીનું નામ મયુર શેલ્કે છે જેણે પોતાના જીવના જોખમે તે બાળકને બચાવ્યો.