NCP નેતાઓ સમજાવવા ગયા તો અજિત પવારે કહ્યું- `હું પીછેહઠ નહીં કરું, પાર્ટી BJPને કરે સપોર્ટ`
અજિત પવારને પણ મનાવવાની કોશિશ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારની સાથે ફક્ત 5 વિધાયકો રહી ગયા છે. જેમના નામ બાળાસાહેબ પાટિલ, અનિલ પાટિલ, નરહરી જિડવાલ અને ધનંજય મુંડે તથા દૌલત દરોડા સામેલ છે.
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) માં રાજકીય ઉથલપાથલ હજુ ચાલુ જ છે. એનસીપી(NCP)ની મહત્વની બેઠક યોજાઈ છે. શરદ પવાર(Sharad Pawar) પણ આ બેઠકમાં સામેલ છે. પાર્ટીના મોટાભાગના વિધાયકો આ બેઠકમાં પહોંચ્યા છે. ધનંજય મુંડે(Dhananjay Munde) પણ એનસીપીની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ધનંજય મુંડે એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવાર(Ajit Pawar)ના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં. આ બાજુ અજિત પવારને મનાવવાની કોશિશ ચાલુ છે. અજિત પવાર સાથે માત્ર 5 વિધાયકો રહી ગયા છે. NCPની આ બેઠકમાં પાર્ટીના 54 વિધાયકોમાંથી 42 પહોંચ્યા હતાં.
મહારાષ્ટ્રમાં પાછો ઉલટફેર! સવારે અજિત પવાર સાથે રહેલા ધનંજય મુંડે સાંજે NCP બેઠકમાં પહોંચ્યા
આ બે ભત્રીજાઓ મહારાષ્ટ્રમાં બન્યા 'ગેમ ચેન્જર', બધાને પછાડી BJPએ બનાવી દીધી સરકાર
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube