મુંબઇ: મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના વાયરસના (Coronavirus) ડેલ્ટા પ્લસ વેરિએન્ટના (Delta Plus Variant) વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. રાજ્યની ઉદ્ધવ સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે સમગ્ર મહારાષ્ટ્રને લેવલ-3 પર રાખીને કેટલાક નવા પ્રતિબંધોની ઘોષણા કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મુખ્ય સચિવે જાહેર કર્યો આદેશ
રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના (Delta Plus Variant) વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સમગ્ર મહારાષ્ટ્રને લેવલ-3 કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. આ જાહેરાત પછી, લેવલ-1 અને લેવલ-2 જિલ્લાઓ પણ આપમેળે લેવલ-3 માં આવી ગયા છે. જે જિલ્લામાં લેવલ-1 અને લેવલ-2 હેઠળ ઘણી છૂટ આપવામાં આવી હતી. તેમને દૂર કરીને હવે લેવલ-3 ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- ડેલ્ટા પ્લસ વેરિન્ટ પર હાલની કોરોના વેક્સીન કેટલી અસરકારક? સરકારે આપ્યો આ જવાબ


મોલ-થિયેટરો ખોલવા પર પ્રતિબંધ
મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્ય સચિવે કહ્યું કે, લેવલ-3 કેટેગરીમાં મૂકાયા બાદ રાજ્યમાં હવે મોલ અને થિયેટરો શરૂ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે રાજ્યના રેસ્ટોરાં 50 ટકાની ક્ષમતા સાથે બપોરના 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી માત્ર તબીબી કર્મચારીઓ, આવશ્યક સેવાઓ અને મહિલાઓ સુધી મર્યાદિત કરવામાં આવી છે.


આ પણ વાંચો:- Pregnant Women પણ લગાવી શકે છે Corona Vaccine? સ્વાસ્થ્ય મંત્રાલયે કરી આ જાહેરાત


લગ્નમાં વધુમાં વધુ 50 લોકોની હાજરી
તેમણે કહ્યું કે, જાહેર સ્થળો, બગીચામાં ચાલવા અને સાયકલ ચલાવવાનો સમય સવારે 5 થી 9 સુધી નક્કી કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં પણ 50 ટકા કર્મચારીઓ જ હાજર રહેશે. વધુમાં વધુ 50 લોકોને લગ્ન સમારોહમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, માત્ર 20 લોકોને અંતિમ વિધિમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.


આ પણ વાંચો:- Himachal Pradesh ના પ્રવાસનું પ્લાનિંગ હોય તો 30 જૂન પછી જજો, આ છે કારણ?


તમને જણાવી દઈએ કે ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, અગાઉ મહારાષ્ટ્રના (Maharashtra) સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope) કહ્યું હતું કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta Plus Variant) દ્વારા રાજ્યના સાત જિલ્લાઓમાં એન્ટ્રી થઈ ગઈ છે અને ઘણા કેસો સામે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે અધિકારીઓ આ પ્રકારના કેસો અલગ કરી રહ્યા છે અને સંક્રમિતોની ટ્રાવેલ હિસ્ટ્રી પણ ચેક કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છે.


આ પણ વાંચો:- રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક, IT મંત્રીએ આપી આ જાણકારી


આ 7 જિલ્લાઓમાં વધુ ભય
બીજી તરફ, મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) અધિકારીઓને રાજ્યના સાત જિલ્લા રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલી જિલ્લાઓ પર પરિસ્થિતિનો સામનો કરવા ધ્યાન કેન્દ્રિત કરવા આદેશ આપ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube