મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં દેખાઇ નારી શક્તિ, બન્યો નવો રેકોર્ડ, પરંતુ....
24 મહિલા ધારાસભ્યો ચૂંટાવા છતાં પણ 288 સીટની વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 8.33 ટકા જ થયું છે. આ વખતની વિધાનસભામાં સૌથી વધુ ભાજપમાંથી 12 મહિલા ધારાસભ્ય ચૂંટાઈ છે. ત્યાર પછી કોંગ્રેસમાંથી 5, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)માં 3 અને શવિસેનામાંથી 2 મહિલા ધારાસભ્યો ચૂંટાઈ છે. 2 અપક્ષ મહિલાઓ પણ ચૂંટાઈ છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-2019માં ચૂંટાયેલા 288 ધારાસભ્યોમાં આ વખતે મહિલાઓની સંખ્યા 24 છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ મહિલાઓના ચૂંટાવાનો રાજ્ય વિધાનસભાનો રેકોર્ડ બન્યો છે. જોકે, 24 મહિલા ધારાસભ્યો ચૂંટાવા છતાં પણ 288 સીટની વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 8.33 ટકા જ થયું છે.
આ વખતની વિધાનસભામાં સૌથી વધુ ભાજપમાંથી 12 મહિલા ધારાસભ્ય ચૂંટાઈ છે. ત્યાર પછી કોંગ્રેસમાંથી 5, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)માં 3 અને શવિસેનામાંથી 2 મહિલા ધારાસભ્યો ચૂંટાઈ છે. 2 અપક્ષ મહિલાઓ પણ ચૂંટાઈ છે. આ વખતે કુલ 235 મહિલાઓએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં શિવસેનાએ દેખાડ્યો પાવર, '2.5-2.5 વર્ષ CM'નો ફોર્મ્યુલા નહીં તો સરકાર પણ નહીં
વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 20 મહિલા ચૂંટાઈ હતી, 2011ની ચૂંટણીમાં માત્ર 11 મહિલાઓનો જ વિજય થયો હતો. મહારાષ્ટ્રમાં કુલ મતદારોની સંખ્યા 8.17 કરોડ છે, જેમાં 4.38 કરોડ મહિલા મતદાર છે.
2019 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 17 મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતારી હતી, જેમાંથી 12નો વિજય થયો છે. કોંગ્રેસે 14 મહિલાઓને ટીકીટ આપી હતી, જેમાંથી 5 મહિલાનો વિજય થયો છે. એનસીપી દ્વારા 8 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી અને માત્ર 3 મહિલા જ ચૂંટાઈ છે. શવિસેનાએ પણ 8 મહિલાને ચૂંટણી મેદાનમાં ઉતારી હતી, પરંતુ 2 મહિલા જ ચૂંટાઈ શકી છે.
#AssemblyElections2019 : વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી 32 લાખ ટ્વીટ્સ કરાઈ
ભાજપના 12 મહિલા વિજયી ઉમેદવાર
1. વિદ્યા ઠાકુર, ગોરેગાંવ
2. દેવયાની ફરાંદે, નાશિક મધ્ય
3. મેઘના બોર્ડીકર, જિંતુર
4. ભારતી લવ્હેકર, વર્સોવા
5. સીમા હિરે, નાશિક પશ્ચિમ
6. મોનિકા રાજલે, શેવગાવ
7. મુક્તિ તિલક, કસબાપેઠ
8. શ્વેતા મહાલે, ચિખલી
9. મંદા મ્હાત્રે, બેલાપુર
10. માધુરી મિસાલ, પર્વતી
11. મનીષા ચૌધરી, દહિંસર
12. નમિતા મુંદડા, કેજ
કોંગ્રેસની 5 વિજયી મહિલા ઉમેદવાર
(1) યશોમતી ઠાકુર, તિવસા, (2) પ્રતિભા ધાનોરકર, વરોરા, (3) વર્ષા ગાયકવાડ, ધારાવી, (4) સુલભા ખોડકે, અમરાવતી, (5) પ્રણિતી શિંદે, સોલાપુર મધ્ય.
Googleએ મેળવી Quantum Supremacy : કમ્પ્યૂટિંગની દુનિયામાં નવી ક્રાંતિ....!
એનસીપીમાં ચૂંટાયેલી 3 મહિલા ઉમેદવાર
(1) સુમનતાઈ આર. પાટીલ, તાસગાવ-કવઠેમહાકાલ, (2) અદિતી કટકરે, શ્રીવર્ધન, (3) સરોજ અહિરે, દેવળાલી
શિવસેનાની 2 વિજયી મહિલા ઉમેદવાર
(1) લતા સોનાવણે, ચોપડા, (2) યામિની જાધવ, ભાયખલા
અપક્ષ ચૂંટાયેલી મહિલાઓ
(1) મંજુલા ગાવિત, સાક્રી, (2) ગીતા જૈન, મીરા-ભાયંદર (ભાજપમાંથી બળવાખોર)
જુઓ LIVE TV....