મહારાષ્ટ્રની 288 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6.00 કલાક સુધી 55.37% મતદાન
ઉદ્ધવ ઠાકરેએ વોટ આપ્યા પછી જણાવ્યું હતું કે, `હું જનતાને હાથ જોડીને અપીલ કરું છું કે તે ઘરની બહાર નિકળીને મતદાન કરે. આ મતદાન તમારા એકલા માટે નહીં પરંતુ ઉજ્જવળ મહારાષ્ટ્ર માટે કરવાનું છે.` મુંબઈમાં તમામ અભિનેતા અભિનેત્રીઓ મતદાન કરવા માટે ઘરની બહાર નિકળ્યા હતા અને ઉત્સાહપૂર્વક લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ પર સાંજે 6.00 કલાકે મતદાન પૂર્ણ થઈ ગયું. સાંજે 6.00 કલાક સુધીના આંકડા મુજબ રાજ્યમાં સરેરાશ 55.37% મતદાન નોંધાયું છે. રાજ્યમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્ની અમૃતા અને માતા સરિતા સાથે નાગપુરમાં મતદાન કર્યું હતું. શિવસેનામાં ઠાકરે પરિવાર તરફથી પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલા આદિત્ય ઠાકરે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના બાન્દ્રામાં મતદાન કર્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ વોટ આપ્યા પછી જણાવ્યું હતું કે, "હું જનતાને હાથ જોડીને અપીલ કરું છું કે તે ઘરની બહાર નિકળીને મતદાન કરે. આ મતદાન તમારા એકલા માટે નહીં પરંતુ ઉજ્જવળ મહારાષ્ટ્ર માટે કરવાનું છે." મુંબઈમાં તમામ અભિનેતા અભિનેત્રીઓ મતદાન કરવા માટે ઘરની બહાર નિકળ્યા હતા અને ઉત્સાહપૂર્વક લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો.
હરિયાણાની 90 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6 કલાક સુધી 61.72 ટકા મતદાન
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ચૌહાણ અને તેમનાં પત્ની અમિતા ચૌહાણે નાંદેડમાં મતદાન કર્યું હતું. અશોક ચૌહાણ કોંગ્રેસની ટિકિટ પર નાંદેડ જિલ્લાના ભોકરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના સાંસદ પૂનમ મહાજને બાન્દારા પૂર્વમાં મતદાન કર્યું હતું. અભિનેતા રિતેશ દેશમુખ, પત્ની જેનેલિયા ડિસોઝા અને પરિવારે લાતુરમાં મતદાન કર્યું હતું. રિતેશનો ભાઈ અણિત અને ધીરજ દેશમુખ ક્રમશઃ લાતુર સિટી અને લાતુર ગ્રામીણ વિધાનસભા સીટ પર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે.
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 :સરેરાશ 50.83 ટકા મતદાન
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 164, શિવસેનાએ 126, કોંગ્રેસે 147, એનસીપીએ 121, મનસેએ 101, બસપાએ 262, વીબીએએ 288, સીપીઆઈએ 16, સીપીઆઈ(એમ)એ 8, અન્ય નોંધાયેલા પક્ષોએ 604 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. 1400 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ વૃદ્ધામાં પણ જોવા મળ્યો ગજબનો ઉત્સાહ
રાજ્યના કુલ 8.97 મતદારોમાંથી 4.68 કરોડ પુરુષ અને 4.28 કરોડ મહિલાઓ છે, સાથે જ 2,634 ટ્રાન્સજેન્ડર મતદાર છે. મહારાષ્ટ્રમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય પક્ષોના 3 લાખ કરતાં વધુ સુરક્ષા કર્મચારીને તૈનાત કરવામાં આવ્યા છે.
મુંબઈઃ રાજ્યસભા MP સુભાષ ચંદ્રાએ આપ્યો વોટ, મોટી સંખ્યામાં મતદાનની કરી અપીલ
મહારાષ્ટ્રમાં મેદાનમાં ઉતરેલા કુલ 3,235 ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા માત્ર 236 છે અને બાકીના 3,000 પુરુષ છે. ચૂંટણી પંચે 9,66,661 મતદાન કેન્દ્ર બનાવ્યા છે અને રાજ્યમાં મતદાન માટે VVPAT EVMની કુલ સંખ્યા 1,35,021 છે.
જુઓ LIVE TV...