Attack on Anil Deshmukh: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં તેઓ ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં અનિલ દેશમુખના માથામાં ઈજા પહોંચી છે. આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અનિલ દેશમુખ પર થયેલો હુમલો કેટલો ખતરનાક છે તે જોઈ શકાય છે. તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અનિલ દેશમુખ કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા છે અને તેમની કારનો કાચ તૂટી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્ર માટે કરવા ગયા હતા પ્રચાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર હુમલો ત્યારે થયો હતો જ્યારે તેઓ તેમના પુત્ર સલિલ દેશમુખ માટે પ્રચાર કરવા નરખેડમાં જાહેર સભામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કટોલ-જલાલખેડા રોડ પર થયો હતો. તેમના પુત્ર સલિલ દેશમુખ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મહા વિકાસ અઘાડી (MVA)ના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે.


સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ


મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ કેટલીક તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અનિલ દેશમુખના માથામાંથી લોહી વહી રહ્યું છે અને કેટલાક લોકો તેને લઈ જઈ રહ્યા છે. આ સિવાય અન્ય એક તસવીરમાં તે કેટલાક લોકો સાથે બેઠેલા છે અને તેના માથા પર સફેદ રંગનો ટુવાલ બાંધેલો છે.


TMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, દિલીપ જોષીએ કોલર પકડીને આપી ધમકી


2021માં આપ્યું હતું રાજીનામું 
અનિલ દેશમુખ મહારાષ્ટ્રના ગૃહમંત્રી રહી ચૂક્યા છે. તેમણે એપ્રિલ 2021માં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેમની નવેમ્બર 2021માં ધરપકડ કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2022માં જામીન મળ્યા બાદ છોડી દેવામાં આવ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, તેમણે જેલવાસ દરમિયાન એક પુસ્તક પણ લખ્યું છે, જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. અનિલ દેશમુખના પુસ્તકનું નામ છે 'ડાયરી ઑફ હોમ મિનિસ્ટર'.