મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિની બંપર જીતની ચર્ચા છે અને બીજી બાજુ વિપક્ષ ફરી એકવાર ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યો છે. સોલાપુર જિલ્લાના મરકરવાડી ગામના લોકોએ અનોખા પ્રયોગની જાહેરાત કરી છે. ગામવાળાઓને ઈવીએમના પરિણામ પર શક ગયો અને એટલે હવે બેલેટ પેપરથી ફરીથી મતદાનના બેનર  લગાવ્યા છે. જો કે પ્રશાસને આ વિસ્તારમાં પુર્નમતદાન રોકવા માટે નિષેધાજ્ઞા લાગૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે માલશિરસ સીટથી એનસીપી (શરદ પવાર) જૂથના ઉત્તમરાવ શિવદાસ જાનકરે જીત મેળવી છે. મરકરવાડી ગામના લોકોનો દાવો છે કે ઉત્તમરાવ જાનકર અમારા ગામના બૂથ પર ભાજપ ઉમેદવાર રામ સતપૂતેની સરખામણીમાં 80 ટકા મત વધુ મળ્યા. પરંતુ ઈવીએમના વોટિંગ મુજબ ઉત્તમરાવને ફક્ત 1003 મત મળ્યા. જ્યારે સતપુતેને 843 મત મળ્યા. ગામવાળાનો દાવો છે કે સતપુતેને તેમના ગામથી 100-150થી વધુ મત નહીં મળ્યા હોય. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. જ્યારે 23 નવેમ્બરે પરિણામ આવ્યા હતા. જાનકરે સતપુતેને 13,147 મતથી હરાવ્યા હતા. 


જ્યૂઝ એજન્સીના જણાવ્યાં મુજબ ગામવાળાનું કહેવું છે કે ઈવીએમના પરિણામ શંકાસ્પદ છે. ગ્રામીણોના એક પ્રતિનિધિમંડળે જિલ્લા પ્રશાસનનો સંપર્ક કર્યો અને મતપત્રો દ્વારા ફરીથી મતદાનની માંગણી કરી. જો કે પ્રશાસને તેમની માંગ ફગાવી એવું ગ્રામીણોનું કહેવું છે. આવામાં ગ્રામીણોએ પોતાના સ્તર પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો. 


એસડીએમએ નેષેધાજ્ઞા લાગૂ કરી
ગ્રામીણોએ બેનરો લગાવીને દાવો કર્યો કે 3 ડિસેમ્બરના રોજ  બેલેટ પેપરથી ફરીથી મતદાન કરાવવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે આ મામલો ધ્યાનમાં આવ્યો છે. માલશિરસના એસડીએમએ  કોઈ પણ સંઘર્ષથી બચવા માટે આ વિસ્તારમાં 2થી 5 તારીખ સુધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ નિષેધાજ્ઞા લાગૂ કરી છે. 


મહાયુતિની બંપર જીત
નોંધનીય છે કે રાજ્યમાં હાલમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને રાજ્યની 288 સીટોમાંથી 233 સીટ મળી જેમાં ભાજપનો 132 સીટ પર વિજય થયો ત્યારબાદ શિવસેનાને 57 સીટ અને અજીત પવારની એનસીપીને 41 સીટ મળી. મહાવિકાસ આઘાડીને માત્ર 49 સીટથી સંતોષ માનવો પડ્યો. શિવસેના (યુબીટી)ને 20, કોંગ્રેસને 16 અને શરદ પવારની એનસીપીને 10 સીટ મળી.