મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટમીમાં રાજકીય પાર્ટીઓની ચાલ બધાને ચોંકાવી રહી છે. થોડા કલાકો પહેલા જ્યારે ભાજપના પ્રવક્તા શાયના એન.સીને સીએમ એકનાથ શિંદેની શિવસેનાએ ટિકિટ આપી તો લોકો વિચારમાં પડી ગયા. 51 વર્ષની શાયનાને મુંબાદેવીથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે શિવસેનાના 15 ઉમેદવારોની યાદી આવ્યાના ગણતરીના કલાકોમાં ભાજપના પ્રવક્તા શાયના સોમવારે શિવસેનામાં જોડાઈ ગયા. તેનો અર્થ એ થયો કે હવે તેઓ ભાજપના નહીં પરંતુ શિવસેનાના નેતા કહેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરલી હતું ચર્ચામાં પણ...
અત્રે જણાવવાનું કે આ સીટ મુંબઈ લોકસભાનો એક ભાગ છે. 2009થી અહીં કોંગ્રેસ જીતતી આવી છે. આમ તો શાયના (શાયના એનસી) વિશે કહેવાતું હતું કે ભાજપ તેમને વરલીથી ટિકિટ આપી શકે છે. પરંતુ આ સીટ શિવસેના પાસે ગઈ અને મિલિન્દ દેવડાને અહીંથી ટિકિટ અપાઈ. હવે શિવસેનાએ મુંબાદેવી સીટથી પૂર્વ ભાજપ નેતા અને પ્રવક્તા શાયના એનસીને કોંગ્રેસના ઉમેદવાર અમીન પટેલ સામે મેદાનમાં ઉતાર્યા છે. પટેલે 2009, 2014 અને 2019માં સતત ત્રણવાર અહીં જીત મેળવી છે. 


શાયનાએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગઠબંધન ઉમેદવાર તરીકે ટિકિટ મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહાયુતિ લીડરશીપનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ મુંબઈના લોકો માટે પ્રતિબદ્ધ છે અને તેમની ઉમેદવારી મુંબઈના લોકોની સેવા કરવાની અને તેમનો અવાજ બનવાનો અવસર છે. શાયનાએ કહ્યું કે, હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહાયુતિના નેતૃત્વનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું દક્ષિણ મુંબઈમાં જ રહી છું અને મને  ખબર છે કે અહીંના નાગરિકોને કયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. પછી ભલે કે ક્લસ્ટર ક્લાસ હોય, સ્થાનિક સ્વચ્છતા કે ખુલ્લી જગ્યા હોય. 


મારો કોઈ પીએ નથી
સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં તેઓ શિવસેનામાં જોડાયા. શિવસેના તરફથી પોતાની ઉમેદવારી વિશે તેમણે  કહ્યું કે, આ હંમેશા મહાયુતિ નેતૃત્વ નક્કી કરે છે કે કયા ઉમેદવારને ક્યાંથી મેદાનમાં ઉતારવો જોઈએ. હું ફક્ત વિધાયક બનીને રહેવા માંગતી નથી પરંતુ લોકોનો અવાજ બનવા માંગુ છું. તેમણે  કહ્યું કે હું લોકોને વિશ્વાસ અપાવું છું કે મારો કોઈ પીએ (અંગત મદદનીશ) થી. હું મારા તમામ કોલનો જવાબ આપું છું અને હંમેશા પોતાના નાગરિકો અને તમામ મતદારો માટે સુલભ અને જવાબદાર રહીશ. આજે તેઓ ઉમેદવારી નોંધાવશે અને તે પહેલા મુંબાદેવી મંદિર જશે.


સત્તાધારી મહાયુતિ ગઠબંધન અને વિપક્ષી મહાવિકાસ આઘાડી વિધાનસભા ચૂંટણીમાં જોર અજમાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે થવાની છે. એક જ તબક્કામાં આ દિવસે મતદાન થશે. ત્યારબાદ તમામ 288 બેઠકો માટે 23 નવેમ્બરના રોજ મતગણતરી  થશે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105, શિવસેનાએ 56 અને કોંગ્રેસે 44 સીટો જીતી હતી. 2014માં ભાજપે 122, શિવસેનાએ 63, અને કોંગ્રેસે 42 સીટો જીતી હતી. 


શાયના એનસી વિશે...
શાયનાના ફેસબુક પેજ મુજબ તેઓ એક સોશિયલ વર્કર, રાજનેતાની સાથે સાથે ફેશન ડિઝાઈનર પણ છે. ટીવી ડિબેટમાં તેઓ અત્યાર સુધી ભાજપના પ્રવક્તા બનીને પક્ષ રજૂ કરતા હતા.