Maharashtra Assembly Election: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. જેમાં 288 બેઠકો પર 9.70 કરોડ મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરશે. આ વખતની ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ પોતાની જમીન મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરતી જોવા મળી. જાણો આ ચૂંટણીમાં કયા રાજકીય દિગ્ગજોના ભાવિનો નિર્ણય થશે? કઈ વીઆઈપી બેઠક પર કોણ છે ઉમેદવાર? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં 21 નવેમ્બરે એક તબક્કામાં મતદાન
વાત દેશની આર્થિકનગરી તરીકે ઓળખાતા મહારાષ્ટ્રની થઈ રહી છે. અહીંયા એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થશે. જેમાં અનેક દિગ્ગજ ચહેરાઓના રાજકીય ભવિષ્યનો ફેંસલો થશે. આ વખતે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર છે. 


મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે ચૂંટણી જંગ
આ ચૂંટણીમાં બે શિવસેના અને બે એનસીપી વચ્ચે મુકાબલો જામશે. કેમ કે અજીત પવારે બળવો કરતા પાર્ટી અને સિમ્બોલ બન્ને તેમને મળી ગયા છે. જ્યાર બાદ શરદ પવારે બીજું નિશાન મેળવ્યું છે. તો બીજી તરફ એકનાથ શિંદેએ ધારાસભ્યોને તોડીને ભાજપ સાથે સરકાર બનાવી લીધી છે. જેના કારણે શિવસેના પાર્ટી અને સિમ્બોલ એકનાથ શિંદેને મળ્યું છે. તો ઉદ્ધવ જૂથે મશાલ સિમ્બોલ સાથે મેદાનમાં ઉતરીને જોરશોરથી પ્રચાર કર્યો છે. 


બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!


આ બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
મહારાષ્ટ્રમાં આ વખત અનેક બેઠકો પર કાંટે કી ટક્કર જોવા મળશે. જેમાં વીઆઈપી સીટ પર કોણ-કોની સામે લડી રહ્યું છે તેની વાત કરીએ તો વર્લી બેઠક પર ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને હાલના ધારાસભ્ય આદિત્ય ઠાકરે મેદાનમાં છે. તો તેમની સામે શિંદે જૂથના મિલિંદ દેવરાની ટક્કર જોવા મળશે. જ્યારે બારામતી બેઠક પર એનસીપી પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર મેદાનમાં છે. તો તેમની સામે શરદ જૂથના યુગેન્દ્ર પવાર લડી રહ્યા છે. બાંદ્રા ઈસ્ટ બેઠક પર બાબા સિદ્દીકીના પુત્ર અને એનસીપી ઉમેદવાર જીશાન સિદ્દીકી છે. તો તેમની સામે ઉદ્ધવ જૂથના વરૂણ સરદેસાઈ મેદાનમાં છે. 


નાગપુર સાઉથ વેસ્ટ બેઠક પર ભાજપના નેતા અને ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ મેદાનમાં છે. તો તેમની સામે કોંગ્રેસના નેતા પ્રફૂલ્લ ગુડધે લડી રહ્યા છે. કોપરી-પાચપાખાડી બેઠક પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની સામે ઉદ્ધવ જૂથના કેદાર દીધે વચ્ચે ચૂંટણી જંગ જામશે.


ભારત સરકાર વધુ 4 સરકારી બેન્કોને વેચવાની તૈયારીમાં..!તમારું ખાતું તો નથીને આ બેન્કમા


કયા દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં 
માહિમ બેઠક પરથી મનસેના અમિત ઠાકરે મેદાનમાં છે. 
સાકોલી બેઠક પરથી કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે છે.
કામઠી બેઠક પરથી ભાજપના ચંદ્રશેખર બાવનકુલે છે.
કરાડ બેઠક પરથી કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ છે.
યેવલા બેઠક પરથી એનસીપીના છગન ભુજબળ મેદાનમાં છે.
માનખુર્દ-શિવાજીનગર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના અબુ આઝમી છે.
મુંબાદેવી બેઠક પરથી શિંદે જૂથની શિવસેનાના ઉમેદવાર શાઈના એનસી છે.
સંગમનેર બેઠક પરથી કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ ચૂંટણી લડી રહ્યા છે.
મુંબ્રા કલવા બેઠક પરથી શરદ જૂથના જીતેન્દ્ર આવ્હાડ છે.
ઈસ્લામપુર બેઠક પરથી શરદ જૂથના જયંત પાટીલ છે.


23 નવેમ્બરે મતગણતરી
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે બટેંગે તો કટેંગે અને એક હૈ તો સેફ હૈના નારાનો ખૂબ ઉપયોગ કર્યો. પીએમ મોદીથી લઈને યોગી આદિત્યનાથ, અમિત શાહ સહિતના નેતાઓએ જંગી પ્રચાર કરીને મતદારોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કર્યો. તો સામે વિપક્ષી ગઠબંધનના નેતાઓએ પણ આક્રમક અંદાજમાં મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. જો કે, હવે બોલ મતદારોના હાથમાં છે. તે કોના પક્ષમાં ગોલ કરશે તે તો 23 તારીખે મતગણતરી બાદ જ સામે આવશે.