Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ કરી મતદાન કરવાની અપીલ
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણીના મતદાન પછી 288 બેઠક પર ચૂંટણીના મેદાને ઉતરેલા 4,000 થી વધારે ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઈ જશે. આજે સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મહારાષ્ટ્રમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે.
Maharashtra Assembly Election 2024: આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 નું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે સાંજે મતદાન પછી એક્ઝિટ પોલ પણ આવી જશે. સવારે સાત કલાકથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે જે સાંજે છ કલાક સુધી ચાલશે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 9.64 કરોડ મતદાર છે જે નિર્દલીય સહિતના બધા જ પક્ષના કુલ 40136 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મતદાન બાદ 23 નવેમ્બરે મત ગણતરી થવાની છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માં મહાયૂતિ એટલે કે ભાજપ, એકનાથ શિન્દેની શિવસેના, અજીત પવારની એનસીપી અને મહાવિકાસ અઘાડી એટલે ઉદ્ધવ ઠાકરે ની શિવસેના અને શરદ પવારની ncp અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ હશે. જેમાં મહાયુતી ગઠબંધનના પ્રયત્ન છે કે તે સત્તા પર બની રહે. જ્યારે મહા વિકાસ અઘાડીના ઉમેદવાર આ વખતે ચૂંટણી જીતવા મેદાને ઉતર્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મત આપવાની અપીલ પણ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યના મતદાતાઓને આગ્રહ છે કે તેઓ ઉત્સાહપૂર્વક લોકતંત્રના ઉત્સવનો ભાગ બને અને મત આપવા જાય. તેમણે ખાસ યુવાનો અને મહિલા મતદાતા ને અપીલ કરી હતી કે તેઓ મત આપે.
મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણીના મતદાન પછી 288 બેઠક પર ચૂંટણીના મેદાને ઉતરેલા 4,000 થી વધારે ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઈ જશે. આજે સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મહારાષ્ટ્રમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે.