મંબઈ/નવી દિલ્હી: લોકતંત્રની એ જ મજા છે કે તમે જેનો સમય પૂરો થઈ ગયેલો ગણો તેને ક્યારે જનતા માથે બેસાડી દે તે કહી શકાય નહીં. શરદ પવાર અને તેમની પાર્ટી એનસીપીએ આ વાત સાબિત કરી દીધી. મહારાષ્ટ્રમાં એનસીપીનું મજબુત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ચૂંટણી પહેલા એવું કહેવામાં આવતું હતું કે એનસીપી માટે આ વખતે બહુ શક્યતાઓ નથી. હાલાત એવા હતાં કે સહયોગી પાર્ટી કોંગ્રેસની ટોપ લિડરશીપે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં બહુ ઝાઝો ઉત્સાહ અને રસ દેખાડ્યો નહીં. આંતરિક કલેહ પણ ચરમસીમાએ જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આમ છતાં વિપરિત સ્થિતિમાં પણ શરદ પવાર એકલા હાથે લડતા રહ્યાં. મરાઠા ટાઈગર કહેવાતા 79 વર્ષના શરદ પવારે એકલા હાથે કેમ્પેઈન કર્યું અને નરેન્દ્ર મોદી, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ પર સીધા પ્રહાર કર્યાં. પવારના આગળ આવવાને કારણે જ તેમના ગઢમાં જનતાએ તેમના પર ફરી એકવાર  ભરોસો દર્શાવ્યો. 


શરદ પવારની આ વધેલી તાકાતનો એ વાત પરથી પણ અંદાજો લગાવી શકાય છે કે તેમની પરંપરાગત સીટ ગણાતી બારામતીથી તેમના ભત્રીજા અજીત પવાર 140,000થી વધુ મતોથી આગળ છે. બારામતી વિધાનસભા બેઠકથી તેમને એકલાને અત્યાર સુધી 84 ટકા મતો મળ્યાં છે. ગત ચૂંટણીમાં 41 બેઠકો જીતનારી એનસીપી હવે 54  બેઠકો સુધી પહોંચતી જોવા મળી રહી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...