મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અત્યારે કુલ 101 બેઠક પર આગળ છે, જેમાંથી 35માં તેનો વિજય થઈ ગોય છે. શિવસેના કુલ 58 બેઠકો સાથે આગળ છે, જેમાંથી 24 બેઠકો પર શિવસેનાનો વિજય થઈ ગયો છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) કુલ 53 બેઠક પર આગળ છે અને 18 બેઠક પર તેના ઉમેદવારો વિજયી જાહેર થઈ ચુક્યા છે. કોંગ્રેસ કુલ 45 બેઠક પર આગળ ચાલી રહી છે અને તેમાંથી તેના 16 ઉમેદવાર વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ, સાંજે 5 વાગ્યાના આંકડા અનુસાર ભાજપ-શિવસેના ગઠબંધનને મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે. જોકે, શિવસેનાએ 2014 કરતાં સારું પ્રદર્શન કરતાં તે ભાજપ પર દબાણ બનાવે એવું હાલ દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની સુપુત્રી પંકજા મુંડેનો પારલી સીટ પર પરાજય થયો છે. પંકજાને તેના જ પિતરાઈ ભાઈ એનસીપીના ધનંજય મુંડેએ હરાવી છે. ઠાકરે પરિવારના સભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આદિત્ય ઠાકરેનો મુંબઈની વર્લી સીટ પર વિજય થયો છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પણ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર વિજય થયો છે. 


હરિયાણા વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય


મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ જેમનો થયો વિજય કે આગળ ચાલી રહ્યા છે.... 


  • નિતિન રાઉત (કોંગ્રેસ-નાગપુર ઉત્તર).... આગળ

  • છગન ભુજબલ (એનસીપી- યેવલા).... આગળ  

  • સુની પ્રભુ (શિવસેના - દિંડોશી)... વિજય 

  • આદિત્ય ઠાકરે (શિવસેના- વર્લી) .... વિજય 

  • દિલીપ વલસે પાટિલ (એનસીપી - અંબેગાંવ).... વિજય 

  • ચંદ્રકાંત પાટિલ (ભાજપ- કોઠરૂડ) .... આગળ

  • વિજય બાલાસાહેબ થોરાટ  (કોંગ્રેસ - સંગમનેર).... વિજય


મહારાષ્ટ્રમાં શરદ પવારે એકલે હાથે NCPને અપાવી 54 જેટલી બેઠકો, કોંગ્રેસને પણ પાછળ છોડી


  • રોહિત પવાર (એનસીપી - કરજત જામખેડ).... વિજય 

  • પ્રણીતિ શિંદે (કોંગ્રેસ- સોલાપુર સિટી મધ્ય).... આગળ

  • દેવેન્દ્ર ફડણવીસ ( ભાજપ -નાગપુર દક્ષિણ પશ્ચિમ).... આગળ 

  • અશોક ચૌહાણ ( કોંગ્રેસ - ભોકર ).... આગળ 

  • સુનીલ રાઉત (શિવસેના - વિખરૌલી) .... વિજય 

  • આશીષ શેલર (ભાજપ- બાંદ્રા પશ્ચિમ) ....વિજય 

  • મંગલમ પ્રભાત લોઢા (ભાજપ - માલાબાર હિલ) .... આગળ 


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ: 'ચૂંટણીમાં ભાજપનું સાવરકર કાર્ડ નિષ્ફળ ગયું'


  • અજીત પવાર (એનસીપી - બારામતી).... વિજય 

  • રાધાકૃષ્ણ વિખે ફાટિલ(ભાજપ- શિરડી).... ભાજપ 

  • ધનંજય મુંડે (એનસીપી - પરલી).... વિજય 

  • અમિત દેશમુખ (કોંગ્રેસ- લાતુર સિટી) .... વિજય 

  • પૃથ્વીરાજ ચૌહાણ (કોંગ્રેસ - કરાડ દક્ષિણ) .... આગળ 

  • જયંત પાટિલ (એનસીપી - ઈસ્લામપુર).... આગળ 

  • મુનગટિવાર સચ્ચિદાનંદ (ભાજપ- બાલારપુર).... આગળ

  • નિતેશ રાણે (ભાજપ - કણકવલી).... વિજય 


શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન, 'ભાજપ સાથે મુખ્યમંત્રી પદ માટે વાતચીત થશે'


મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ જેમનો થયો પરાજય કે પાછળ ચાલી રહ્યા છે....


  • રોહિની ખાડસે (ભાજપ- મુક્તઈનગર)... પરાજય 

  • પંકજા મુંડે (ભાજપ- પરલી).... પરાજય 


હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, આ પાર્ટી બનશે કિંગમેકર!


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....