મુંબઈઃ મહારાષ્ટ્રમાં નવી સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે... આવતીકાલે મતની ગણતરી કરવામાં આવશે... જેના પછી નવી સરકાર કોની બનશે તે સ્પષ્ટ થઈ જશે... પરંતુ તેની પહેલાં દાવેદારીનો સિલસિલો શરૂ થઈ ગયો છે... મહાયુતિ અને મહાવિકાસ અઘાડી બંને તરફથી દાવા કરવામાં આવી રહ્યા છે... જોકે દાવા જોર-શોરથી થઈ રહ્યા નથી.. પરિણામોના ઈંતેઝારની વાત થઈ રહી છે... પરંતુ સંકેતો અને સંદેશમાં મજબૂત દાવા કરવામાં આવી રહ્યા છે.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં અબકી બાર કોની સરકાર બનશે?... આ સવાલનો જવાબ તો આવતીકાલે મતગણતરી બાદ સામે આવી જશે... પરંતુ તે પહેલાં રાજકીય પાર્ટીઓના ચહેરા પર તણાવ છે... આ ગાડી મુંબઈની હયાત હોટલમાંથી નીકળી... જેમાં ડ્રાઈવર સીટ પર શરદ જૂથની એનસીપીના નેતા જયંત પાટીલ બેઠા છે... તેમની બાજુમાં ઉદ્ધવ જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉત છે... જ્યારે પાછળની સીટ પર કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટ છે... 


હવે સૌથી મોટો સવાલ એ છે કે મહાવિકાસ અઘાડીની ગાડી સંતુલિત રહેશે?... પરિણામ પક્ષમાં આવશે તો શું થશે?... કેમ કે અત્યારથી જ ડેમેજ કંટ્રોલ રોકવા માટે ગઠબંધને તૈયારી શરૂ કરી દીધી છે... નાના પટોલે અને સંજય રાઉત દમ સાથે કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનશે... 


સમાચાર છેકે મહાવિકાસ અઘાડીના નેતાઓએ બેઠકમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે ચર્ચા કરી... 23મી તારીખ આવનારા પરિણામ અંગે ગઠબંધને ચર્ચા- વિમર્શ તેજ કરી દીધો છે... તેના પર મહાયુતિએ કટાક્ષ કર્યો.... 


ખુરશી માટેની લડાઈમાં મહાયુતિ પણ દૂર નથી... કેમ કે પુણેમાં અજીત પવારનું પોસ્ટર લાગ્યું છે... જેમાં એનસીપીના નેતાઓએ અજીત પવારને ભાવિ મુખ્યમંત્રી ગણાવી દીધા... બેનરમાં લખ્યું હતું વિકાસનો વાયદો, અજીત દાદા, ભાવિ મુખ્યમંત્રી અજીત દાદા પવારને ભારે બહુમતથી જીતવા પર હાર્દિક શુભેચ્છા... 


હજુ સુધી પરિણામ નથી આવ્યું તે પહેલાં મુખ્યમંત્રી માટેના દાવા કરવામાં આવી રહ્યા છે... જેમાં...


કોંગ્રેસના નેતા નાના પટોલે કહી રહ્યા છે કે મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીમાંથી હશે... 


શિવસેનાના નેતા શંભુરાજ દેસાઈ કહ્યું કે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી બનવું જોઈએ...


ભાજપના નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે ભાજપમાંથી દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે...


રાજનીતિમાં દાવાનું દંગલ કોઈ નવી વાત નથી... પરંતુ મહારાષ્ટ્રનો મામલો અલગ છે... બંને ગઠબંધનમાં 3-3 પાર્ટીઓ છે... અને ત્રણમાંથી 2 તો બરોબરની દાવેદાર છે... એવામાં ત્રીજો પક્ષ પણ મહત્વનો બની જાય છે... ત્યારે એ જોવાનું રહેશે કે મહારાષ્ટ્રમાં દંગલમાં આખરે કયા ગઠબંધનને જનતાના આશીર્વાદ મળે છે.