મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharsahtra Assembly Election) ટૂંક સમયમાં જ યોજાવાની છે, જેના માટે ભારતીય જનતા પાર્ટી(BJP) અને શિવ સેના(Shiv Sena) વચ્ચે સીટોની વહેંચણી અને ગઠબંધન અંગે વાટાઘાટો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, શિવસેનાએ ભાજપ સમક્ષ ચૂંટણી પહેલા ગઠબંધન અંગે ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલાની શરત મુકી છે. શિવસેના રાજ્યમાં 135થી ઓછી સીટ પર માનવા તૈયાર નથી. જોકે, ભાજપે શવિસેનાને 124 સીટ આપવાની નવી ફોર્મ્યુલા બનાવી છે, પરંતુ હજુ વાત આગળ વધી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thakrey) પાર્ટીનાં નેતાઓને રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરવા જણાવી દઈને ગઠબંધન અંગે અસમંજસની સ્થિતિ પેદા કરી છે. શિવસેનાએ નાગપુર સીટ સહિત રાજ્યની તમામ સીટ પર ઈચ્છુક ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ ગુપ્ત રીતે શરૂ કરી દીધી છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ચૂંટણી યોજાવાની છે. 


ઈડીએ મોઈન કુરેશીની 9.35 કરોડની દિલ્હી, રાજસ્થાન સહિતની સંપત્તિ ટાંચમાં લીધી


શિવસેના અધ્યક્ષે જણાવ્યું કે, "અમે ગણતરી પછી કરીશું કે કેટલાક ઉમેદવારોનો ઈન્ટરવ્યુ લીધો છે. જોકે, દરેક સીટ પર પાર્ટીમાં ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવાર આગળ આવી રહ્યા છે. રાજકીય પાર્ટી હોવાના ધોરણે અમે આ પ્રક્રિયા પુરી કરી રહ્યા છીએ."


રાજ્યમાં ભાજપ પાસે વર્તમાનમાં 122 ધારાસભ્યો છે અને કોંગ્રેસ, એનસીપીના અનેક ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ રાજ્યમાં સૌથી વધુ વિધાનસભા સીટ પર ચૂંટણી લડવા માગે છે. પાર્ટીને નાના પક્ષોનું પણ સમર્થન મળેલું છે. આથી, ભાજપ શિવસેનાને વધુ સીટ આપવાના મૂડમાં નથી. 


રાજસ્થાનઃ ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે અનામત લાગુ કરવાની તૈયારી


બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ અને એનસીપીએ વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે અને સાથે જ બંને પાર્ટીએ 125-125 સીટ પર ચૂંટણી લડવા માટે સમાધાન પણ કરી લીધું છે. બાકી રહેલી સીટ રાજ્યમાં અન્ય નાના સાથી પક્ષોને આપવાની તૈયારી છે. રાજ ઠાકરેની MNS ચૂંટણીમાં ઝંપલાવશે કે નહીં તે હજુ જાહેર થયું નથી. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....