મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર બનાવવા મામલે ભાજપ પીછેહઠ કરવા તૈયાર નથી. હવે ભાજપ તમામ અપક્ષ ધારાસભ્યોને પોતાની પડખે લઈને શિવસેના પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ઠાકરે પરિવારના કોઈ સભ્ય તરીકે ચૂંટણી લડીને આદિત્ય ઠાકરેના વિજય પછી મુખ્યમંત્રી પદે શિવસેનાની નજર ટકી રહી છે ત્યારે ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે, તેને આ પદ મળશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે જણાવ્યું કે, તેને 15 અપક્ષોનો ટેકો મળ્યો છે. નાના પક્ષોના કેટલાક ધારાસભ્યો પણ સંપર્કમાં છે. આ રીતે તે 2014ના સંખ્યાબળના આધારે મજબૂત સ્થિતિમાં છે. કુલ મળીને ભાજપ શિવસેનાને સંદેશો આપવાની સ્થિતિમાં છે કે તે આ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારને નબળો પડ્યો નથી. 


મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ ગવર્નરને મળ્યાં, શિવસેનાએ અલગથી કરી મુલાકાત


ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રવક્તા શ્વેતા શાલિનીએ સોમવારે જણાવ્યું કે, "ભાજપની સાથે 15 અપક્ષ ધારાસભ્યો ઉભા છે. આ અપક્ષો ભાજપના જ નેતા રહ્યા છે, જે ગઠબંધન વગેરેના કારણે ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યા છે. 2014ની જેમ જ પાર્ટીને હજુ 122 ધારાસભ્યોનો ટેકો છે."


શાલિનીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભાજપનો હતો, છે અને આગળ પણ રહેશે. મુખ્યમંત્રી પદ અંગે ભાજપનું સ્પષ્ટ વલણ છે અને શવિસેના પણ આ બાબતને સારી રીતે જાણે છે. ઉલ્લેખનીય છે કે, મીરા ભાયંદર સીટ પરથી ગીતા જૈન, બરસી સીટ પરથી રાજેન્દ્ર રાઉત અને અમરાવતી જિલ્લાની બડનેરા સીટ પરથી જીતનારા રવિ રાણાએ ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી છે. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....