મુંબઈઃ કોરોના (Coronavirus) વાયરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) ધોરણ 10 અને 12ની બોર્ડની  (10th-12th Board Exam) પરીક્ષા સ્થગિત કરી દીધી છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે  (Uddhav Thackeray) અને  શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ (Varsha Gaikwad) સાથે થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 12ની મે અને 10ની જૂનમાં લેવાશે પરીક્ષા
ગાયકવાડે ટ્વીટ કરીને કહ્યું, મહારાષ્ટ્રમાં વર્તમાન કોરોનાની સ્થિતિ જોતા અમે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. હવે ધોરણ 12ની પરીક્ષાનું આયોજન મેના અંત સુધી જશે જ્યારે ધોરણ 10ની પરીક્ષા જૂન મહિનામાં લેવાશે. તે પ્રમાણે નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર CBSE, ICSE અને IB ને વિનંતી કરશે કે તે પોતાની પરીક્ષાની તારીખો પર પુનવિચાર કરે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube