મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ વસૂલીના આરોપોની તપાસ પર મુખ્યમંત્રી અને રાજ્ય શાસને નિર્ણય લીદો છે. હાઈકોર્ટના નિવૃત જજના નેતૃત્વમાં દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ કરવામાં આવશે. આ જાણકારી ખુદ ગૃહ મંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) એ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમુખે કહ્યુ, જે આરોપ મારા પર પૂર્વ મુંબઈ પોલીસ કમિશનરે લગાવ્યા હતા, મેં તેની તપાસ કરાવવાની માંગ કરી હતી. મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે મારા પર લાગેલા આરોપોની તપાસ હાઈકોર્ટના નિવૃત જજ પાસે કરાવવાનો નિર્ણય લીધો છે. જે પણ સત્ય હશે તે સામે આવશે. 


દેશમુખે ઉદ્ધવને લખ્યો હતો પત્ર
હાલમાં અનિલ દેશમુખે આ બાબતે મુખ્યમંત્રી ઠાકરેને પત્ર લખ્યો હતો. પત્રમાં દેશમુખે કહ્યુ હતુ કે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે તેમના પર જે વસૂલોના આરોપ લગાવ્યા છે, તે બધા આરોપોની તપાસ કરાવવામાં આવે. જ્યારે આરોપોની તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય વળાંક, શિવસેના દેશમુખ પર 'તૂટી પડી', ભાજપે કહ્યું- નૌટંકી


દેશમુખ પર લાગ્યા છે ગંભીર આરોપ
મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગેરકાયદેસર વસૂલીના સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. તેમણે તે પણ કહ્યુ હતુ કે એન્ટિલિયા વિસ્ફોટક મામલામાં ધરપકડ થયેલા પોલીસ અધિકારી સચિન વાઝે સાથે દેશમુખ સીધા સંપર્કમાં હતા. તેમણે વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર અને દેશમુખે આ આરોપોને નકારી દીધા હતા. 


હવે પરમબીરે બોમ્બે હાઈકોર્ટમાં એક આપરાધિક મામલાના સંબંધમાં અરજી દાખલ કરી છે. સિંહે દેશમુખ વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સીબીઆઈ તપાસની માંગ કરી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube