મુંબઇ : મહારાષ્ટ્રમાં હવે મરાઠા સમુદાયને અનામત આપવાનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું કે, પછાત પંચે સરકારને ત્રણ ભલામણોની સાથે રિપોર્ટ સોંપ્યો છે. મરાઠા સમુદાયને આર્થિક સ્વરૂપે પછાત વર્ગ (SEBC)માં સ્વતંત્ર રીતે અનામત આપવામાં આવશે. ફડણવીસે કહ્યું કે, અમે પંચની તમામ ભલામણોને સ્વિકારી લીધો છે. વધારે એક કમિટીની રચના કરીને તેને લાગુ કરવા માટે જરૂરી પગલા ઉઠાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ગત્ત ગુરૂવારે (15 નવેમ્બર) ફડણવીસે સંકેત આપ્યા હતા કે સરકાર ઝડપથી મરાઠા અનામતને લાગુ કરી શકે છે. મુખ્યમંત્રી ફડણવીસે અહમદનગરની એક રેલીમાં કહ્યું હતું, પછાત પંચે અમને મરાઠા અનામત અંગે રિપોપ્ર મળી છે. હું તમને કહેવા માંગુ છું કે તમે 1 ડિસેમ્બરને ઉજવણી માટે તૈયાર રહે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજ્યના પછા વર્ગ પંચે મરાઠા સમુદાયની સામાજિક અને આર્થિક સ્થિતી અંગે પોતાનો રિપોર્ટ ગુરૂવારે રાજ્યના મુખ્ય સચિવ ડીકે જૈનને સોંપી દીધી હતી. 

અનામતના પક્ષમાં મળી છે ભલામણ
રિપોર્ટમાં અન્ય પછાત વર્ગ (OBC)ને અપાયેલ અનામત સાથે છેડછાડ કર્યા વગર મરાઠા સમુદાયને અનામત શિક્ષણ અને સરકારી નોકરીમાં અનમાત આપવાની માંગના પક્ષમાં સલાહ આપવામાં આવી છે. જૈને રિપોર્ટ મળ્યા બાદ મંત્રાલયમાં પત્રકારોને જણાવ્યું કે, અમને રિપોર્ટ મળી ચુક્યા છે, જે મરાઠા સમુદાયની સામાજિક અને આર્થિક સ્થિતી પર આધારિત છે. રિપોર્ટનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. 

પંચે તેને મળેલા બે લાખ અરજીઓ આશરે 45 હજાર પરિવારોનાં સર્વેક્ષણ સાથે જ મરાઠા સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાના પ્રાયોગીક આંકડાઓનો અભ્યાસ કર્યો હતો. આ પેનલનું નેતૃત્વ ન્યાયમૂર્તિ એનજી ગાયકવાડ (સેવાનિવૃત)એ કર્યું હતું.