નવી દિલ્હી : દેશમાં આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ચુક્યો છે. તેના માટે તમામ રાજનીતિક દળ પોત-પોતાનાં સ્તર પર તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ વડાપ્રધાન બનવાની રેસ માટે અનેક નેતાઓ કમર કસી રહ્યા છે. તેના મુદ્દે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. તેમને જ્યારે પુછવામાં આવ્યું કે શું દેશને 2050 સુધી મહારાષ્ટ્રમાંથી કોઇ વડાપ્રધાન મળી શકે છે, તો તેમણે કહ્યું કે, એવું બિલ્કુલ થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે નાગપુરમાં આયોજીત મરાઠી જાગરણ સમ્મેલનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે આગળ બોલતા કહ્યું કે, જો દેશમાં કોઇ સાચી રીતે શાસન કર્યું છે તો તે મહારાષ્ટ્રનાં લોકો હતા. અમારી અંદર ટોપ પર પહોંચવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે, 2050 સુધી દેશને મહારાષ્ટ્રથી એકથી એક સારા વડાપ્રધાન મળશે. 

બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે જાતી અને અનામત મુદ્દે પણ સવાલ પુછવામાં આવ્યા હતા. તેમણે આ સવાલોનાં જવાબમાં જણાવ્યું કે, જો તમામ સમુદાયોને અનામત આપી દેવામાં આવે તો 90 ટકા યુવાનોને સરકારી નોકરીઓ નહી મળી શકે. સરકાર એખ વર્ષમાં માત્ર 25 હજાર નોકરીઓ જ આપી શકે છે. તેના મુદ્દાનો ઉપાય અનામત નથી. તેમણે કહ્યું કે, આ વાતમાં કોઇ સત્ય નથી કે જાતીની ઓળખ માટે અનામત જરૂરી છે. 

ફડણવીસે કહ્યું કે, અનામત માત્ર સરકારી નોકરીઓ અપાવવામાં જ મદદગાર સાબિત થઇ શકે છે. જો યુવાનોને એકવાર તે વાતની સમજ આવી ગઇ તો તેઓ ક્યારે પણ જાતીની ઓળખનાં ચક્કરમાં નહી ફસાય. એક વાર રોજગાર મળીજાય તો દરેક યુવાન કામ કરવા લાગશે. આંદોલનો જેવા બહેકાવામાં નહી ફસાય.