મુંબઈઃ CM Uddhav Thackeray Cabinet reshuffle: એકનાથ શિંદેની શિવસેના પર પકડ મજબૂત હોવાની વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટો નિર્ણય લેતા બળવાખોર મંત્રીઓના વિભાગ બીજા મંત્રીઓને આપી દીધા છે. આ સિલસિલામાં ઘણા મહત્વના ફેરફાર થયા છે. તમે પણ જાણો તેના વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રની કેબિનેટમાં ફેરફાર
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીના બળવાખોરો પર ચાબુક ચલાવતા એકનાથ કેમ્પમાં ગયેલા મંત્રીઓના વિભાગો છીનવી લીધા છે. સૂત્રો પ્રમાણે આ નિર્ણય દ્વારા શિંદે જૂથના ધારાસભ્યોને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 


આને મળી નવી જવાબદારી
હવે મંત્રી ગુલાબરામ પાટિલનો વિભાગ અનિલ પરબને આપવામાં આવ્યો છે. તો ઉદય સામંતના વિભાગની જવાબદારી આદિત્ય ઠાકરેને આપવામાં આવી છે. શિવસેનાના બીજા જૂથની આગેવાની કરી રહેલા એકનાથ શિંહે જેની પાસે નગર વિકાસ મંત્રીનો પ્રભાર હતો, તેમનું મંત્રાલય હવે સુભાષ દેસાઈને આપવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ શિવસેના નેતા સંજય રાઉતને ઈડીનું સમન્સ, જમીન કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા


આ રીતે જળ તથા સ્વચ્છતા મંત્રી ગુલાબ રાવ પાટિલના મંત્રાલયની જવાબદારી અનિલ પરબને સોંપવામાં આવી છે. તો દાદા ભૂસે જેની પાસે મહારાષ્ટ્રના કૃષિ મંત્રીનો પ્રભાર હતો અને રોજગાર મંત્રી રહેલા સંદીપન ભૂમરેના મંત્રાલય શંકરરાવને આપવામાં આવ્યા છે. તો ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંતના વિભાગની જવાબદારી આદિત્ય ઠાકરેને મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube