Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, હવે આ મોટા શહેરમાં સંપૂર્ણ Lockdown ની જાહેરાત
Lockdown: મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને જોતા આજે એક મહત્વનો નિર્ણય લેવાયો છે.
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને જોતા આજે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સરકારે નાગપુર (Nagpur) માં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. નાગપુરના પાલકમંત્રી નિતિન રાઉતે આજે કહ્યું કે શહેરમાં 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. એટલે કે કોઈને પણ બહાર જવાની મંજૂરી રહેશે નહીં. ફક્ત જરૂરી માલસામાનની દુકાનો જ ખુલ્લી રહેશે.
અત્રે જણાવવાનું કે નાગપુર (Nagpur) માં બુધવારે કોરોનાના 1710 નવા કેસ આવ્યા હતા. 173 દિવસ બાદ કોરોના (Corona Virus) ના સૌથી વધુ કેસ એક જ દિવસમાં આવવાનો આ રેકોર્ડ છે. નાગપુર નગર નિગમે બુધવારે કહ્યું હતું કે કોરોનાના નવા કેસ મહિલાઓ અને 20થી 40ની ઉંમર વર્ગના લોકોમાં જોવા મળી રહ્યા છે. નગર નિગમ પ્રશાસને કહ્યું હતું કે લોકો કોરોનાને હળવાશમાં લઈ રહ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube