મુંબઇ : હંમેશા પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા મહારાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય નાનાભાઉ પટોલેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપીને ફરી એકવાર વિવાદનો મધપુડો છંછેડ્યો છે. કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું કે, હું મોદીની હત્યા પણ કરી શકું છું, તેને ઇજા પણ પહોંચાડી શકું છું અને તેને ગાળો પણ ભાંડી શકું છું. જો કે વિવાદ વકરતા પટોલેએ સ્પષ્ટતા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટોલેએ પોતાના સ્પષ્ટીકરણમાં જણાવ્યું કે, હું મોદી નામના એક સ્થાનિક ગુંડાની વાત કરી રહ્યો હતો. મારા વિધાનસભા વિસ્તારમાં અનેક લોકોએ તેના અંગે ફરિયાદ કરી હતી. જો કે આ દરમિયાન કેટલાક લોકોએ ચોક્કસ રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે. પટોલેએ કહ્યું કે, હું ફરી એકવાર સ્પષ્ટતા કરવા માંગુ છું કે, વડાપ્રધાન મોદી અંગે હું કોઇ જ વાત નહોતો કરી રહ્યો. પરંતુ સ્થાનિક ગુંડાની વાત કરી રહ્યો હતો. 



પોતાના સમર્થકો સાથેની વાતચીતમાં પટોલેએ કહ્યું કે, હું કેમ લડી શકું તેનું કારણ કહું કે હું છેલ્લા 30 વર્ષોથી રાજનીતિમાં છું જ્યારે આ નેતાઓ માત્ર 5 વર્ષથી રાજનીતિમાં તેમ છતા પણ એટલા પૈસા બનાવે છે કે, તેમની સાત સાત પેઢી આરામથી ખાઇ શકે. તેઓ શાળાઓ-કોલેજો ચલાવે છે. જો કે મે મારી કારકિર્દીમાં એવું ક્યારે નથી કર્યું. મારી પાસે જે આવ્યા તે તમામની મે મદદ કરી છે. એટલા માટે હું મોદીની હત્યા કરી શકું, માર પણ મારી શકું અને ગાળ પણ આપી શકું. મોદી ચુંટણી પ્રચાર દરમિયાન મારી વિરુદ્ધ પ્રચાર કરવા માટે આવ્યો હતો. આ જ કારણ છે કે તમામ મોટા લોકો પટોલે વિરુદ્ધ કાર્યવાહીનો પ્રયાસ કરી રહ્યા છે.