Maharashtra Corona Update: કોરોના બેકાબૂ, આ શહેરમાં એક સપ્તાહ લંબાવાયું Lockdown
મહારાષ્ટ્રના સોલાપુરમાં કોરોના સંક્રમણ (Corona virus) ના કેસ સતત વધી રહ્યાં છે. તો બીજીતરફ નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. શુક્રવારે શાકમાર્કેટમાં હરાજી દરમિયાન મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. આ સિલસિલામાં ઘણા શહેરોમાં નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. અમરાવતી શહેરમાં જારી લૉકડાઉન (Amarawati Lockdown) ને એક સપ્તાહ માટે વધારી દેવામાં આવ્યું છે. અમરાવતીમાં સોમવારે લૉકડાઉન સમાપ્ત થવાનું હતું પરંતુ કોરોનાના વધતા કેસને જોતા તેને આઠ માર્ચ સુધી વધારી દેવામાં આવ્યું છે. આ વખતે અમરાવતી અને અચલપુર શહેરની સાથે હવે અંજનગાંવ સુર્જી શહેરમાં પણ લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.
અંજનગાંવ સુર્જી કન્ટેઇન્મેન્ટ ઝોન
અંજનગાંવ સુર્જી શહેરમાં કોરોનાના વધુ કેસ થયા બાદ કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સંપૂર્ણ લૉકડાઉન છે એટલે કે મેડિકલ અને જરૂરી સેવાઓને છોડીને દિવસભર બધુ બંધ કરવામાં આવ્યું છે. લૉકડાઉનને કારણે શહેરના રસ્તા વીરાન અને બજાર બંધ છે.
આ પણ વાંચોઃ ખાતરની વાત હોય કે ખેડૂત કાયદાની વાત કોંગ્રેસે ખેડૂતોને ગુમરાહ જ કર્યા છે, ખાતરના ભાવમાં કોઇ વધારો નથી થયો
સોલાપુરની સ્થિતિ ખરાબ
મહારાષ્ટ્રના સોલાપુરમાં કોરોના સંક્રમણ (Corona virus) ના કેસ સતત વધી રહ્યાં છે. તો બીજીતરફ નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. શુક્રવારે શાકમાર્કેટમાં હરાજી દરમિયાન મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી. જ્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. લોકો માસ્ક વગર ફરી રહ્યાં હતા. તો વહીવટી તંત્ર પણ યોગ્ય કાર્યવાહી કરી રહ્યું નથી.
લોનાવલામાં અનોખો પ્રયોગ
મહારાષ્ટ્રના હિલ સ્ટેશન લોનાવલા (Lonavla) માં માસ્ક ન પહેરનારને ગુલાબનું ફૂલ અને માસ્ક આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો ગતો. લોનાવલા હિલ સ્ટેશન છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. લોનાવાલા પાલિકાના અધ્યક્ષ સુરેખા જાધવે કુમાર ચોક પર આવા લોકોને ગુલાબ અને માસ્ક આપી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની ચેતવણી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube