Maharashtra Crime: મહારાષ્ટ્રની શૈક્ષણિક રાજધાની ગણાતો પુણે જિલ્લો આ વખતે ખોટા કારણોસર સમાચારમાં છે. અહીં માવલ તાલુકાના તાલેગાંવ સ્થિત ડીવાયપાટીલ સ્કૂલના ગર્લ્સ ટોયલેટમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થિનીઓને આ વાતની જાણ થઈ તો તેઓએ તરત જ તેમના માતા-પિતાને આ અંગે જાણ કરી. ત્યારબાદ વાલીઓએ પ્રિન્સિપાલને પૂછપરછ કરી. વાલીઓએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી દોષિતો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી શાળા શરૂ નહીં થવા દે. વાલીઓ આક્ષેપ કરે છે કે શાળા પ્રશાસનની જાણ બહાર આવું કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shubh Ashubh Sanket: ઘરમાં કબૂતર આવવું શુભ કે અશુભ? મળે છે આ સંકેત
મંગળની મહાદશામાં 7 વર્ષ સુધી ભયંકર પીડા વેઠે છે વ્યક્તિ, બચવાનો એક માત્ર ઉપાય!
સ્વાસ્થ્ય-પરિશ્રમમાં કોઈ પણ પ્રકારની ઉણપ ન રાખો, વક્રી શનિ આપશે મહેનતનું ફળ


તે માવલ તાલુકાના આંબી વિસ્તારમાં ખૂબ જ પ્રતિષ્ઠિત શાળા માનવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ દૂર-દૂરથી અભ્યાસ માટે આવે છે, પરંતુ જૂન મહિનામાં શાળા શરૂ થયા બાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં શાળાના ગર્લ્સ ટોયલેટમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થિનીઓએ તેમના માતા-પિતાને આ વિશે જણાવ્યું, તો માતાપિતાના જણાવ્યા અનુસાર, તેમને શાળા પ્રશાસન સમક્ષ કહેવામાં આવ્યું કે આ પ્રિન્સિપાલના આદેશ પર કરવામાં આવ્યું છે. બાદમાં શાળા પ્રશાસને આ અંગે કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. શાળામાં શૌચાલયોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રશ્ન છે. સવાલ એ પણ છે કે કેમ માત્ર ગર્લ્સ ટોયલેટમાં કેમેરા લગાવવામાં આવ્યા?


49 રૂપિયાના શેરે બનાવ્યા માલામાલ,એક્સપર્ટ પણ આપી રહ્યા છે જોરદાર રોકાણની સલાહ
Viral Video: Chicken Curry માંથી નિકળ્યો મરેલો ઉંદર, એક ભાગ ખાધા પછી... બાપ રે...બાપ


શિક્ષણાધિકારીને અપાયા તપાસના આદેશ, રચાયેલી કમિટી ટૂંક સમયમાં રજૂ કરશે રિપોર્ટ 
વાલીઓની ફરિયાદ મળતા માવલ તાલુકાના ભાજપના કાર્યકરો પણ આક્રમક બન્યા છે. માવલના તહસીલદાર વિક્રમ દેશમુખે શિક્ષણાધિકારીને તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણાધિકારીએ તાત્કાલિક કમિટીની રચના કરી વહેલી તકે રિપોર્ટ આપવા જણાવ્યું છે. શિક્ષણાધિકારી સુદામ વલુંજએ કહ્યું છે કે તેમણે આજે સવારે જ આ મામલાને લગતો વીડિયો જોયો છે. આ મામલે કેન્દ્રના વડા પાસેથી પ્રશ્નોના જવાબ માંગવામાં આવી રહ્યા છે.


Day Nap: દિવસે ઉંઘવાની આદત તમને કરી દેશે બરબાદ, જાણો શું થશે આળસનો અંજામ
ભોલેનાથના આ મંદિરમાં પૂજા કરવાથી ટળી જશે અકાળ મૃત્યું, જાણો શું છે રહસ્ય


છોકરીઓના શૌચાલયમાંથી CCTV કેમેરા હટાવ્યા, પોલીસને લેખિત ફરિયાદ
હાલમાં શાળા પ્રશાસન દ્વારા ગર્લ્સ ટોયલેટમાંથી સીસીટીવી કેમેરા હટાવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન વાલીઓએ પોલીસ પ્રશાસનને લેખિત ફરિયાદ પણ કરી છે. વાલીઓનું કહેવું છે કે આ મામલે પ્રિન્સિપાલ અને સ્કૂલ પ્રશાસન સામે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ કૃત્ય તેમની જાણમાં અને તેમના આદેશ પર કરવામાં આવ્યું છે.


Twitter ને ટક્કર આપવા આવી ગઇ Insta એપ Threads લોન્ચ, જાણો કેટલી છે અલગ
ટોયલેટમાં વીડિયો બનાવીને આવું કામ કરે છે આ છોકરી, જોરદાર થાય છે કમાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube