મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર જારી છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 58,952 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 278 દર્દીઓના મૃત્યુ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા મંગળવારે રાજ્યમાં 60212, સોમવારે 51751 અને રવિવારે સૌથી વધુ  63,294 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 35,78,160 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 


કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે રાજ્યમાં આજે રાત્રે 8 કલાકથી 15 દિવસ માટે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો એક મે સુધી યથાવત રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રાજ્યમાં નવા નિયમોની જાહેરાત કરી હતી. 


આ પણ વાંચોઃ Bengal: ચૂંટણી રેલીઓમાં કોરોના નિયમોના ધજાગરા, ECએ 16 એપ્રિલે બોલાવી બેઠક


તેમણે કહ્યું હતું કે, હોસ્પિટલોમાં ભીડ વધી ગઈ છે. તેવામાં કર્ફ્યૂ લગાવવું જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીને આગ્રહ કરી રહ્યાં છે કે મહારાષ્ટ્રમાં ઓક્સીજનની માંગને પૂરી કરવા માટે તે બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોમાંથી ઓક્સીજનની આપૂર્તિ માટે સૈન્ય વિમાન મોકલે. 


મુખ્મમંત્રીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઓક્સીજન અને બેડની કમી છે. તથા રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી ગઈ છે. ઠાકરેએ પોતાના ભાષણમાં તે સ્પષ્ટ કર્યુ નથી કે કોરોનાની બીજી લહેર પોતાની પીક પર પહોંચી છે કે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube