નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Corona virus) થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા સરકાર એક બાદ એક અનેક મહત્વના પગલા ભરી રહ્યાં છે. આ વચ્ચે રાજ્ય સરકાર તરફથી ધોરણ 1થી 8 સુધીની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આજે રાજ્યમાં ધોરણ 1થી 8 સુધીની પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરી છે. એક રેકોર્ડેડ સંદેશમાં ગાયકવારે જાહેરાત કરી કે ધોરણ 1થી 8 સુધીના મહારાષ્ટ્ર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર આગળના વર્ગમાં પ્રમોશન આપવામાં આવશે.


આ પણ વાંચોઃ Chhattisgarh: બીજાપુરમાં નક્સલીઓ સાથે અથડામણમાં 5 જવાન શહીદ, અનેકને ઈજા


રાજ્યમાં દરરોજ 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિને જોતા તેમણે કહ્યું કે, રાજ્યમાં વર્તમાન કોવિડ-19 સ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે તેમનું કહેવું છે કે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને લઈને પણ જલદી નિર્ણય લેવામાં આવશે. 


મહારાષ્ટ્રમાં કેટલા કેસ?
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 29 લાખથી વધુ કોરોના કેસ સામે આવી ચુક્યા છે. તો રાજ્યમાં આ મહામારીના લીધે અત્યાર સુધી 55 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય રાજ્યમાં આશરે 4 લાખ કોરોના એક્ટિવ કેસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube