મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અહીંના રાજકારણમાં એક ટ્વિસ્ટ જોવા મળી રહી છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પરિણામ આવ્યા પછી પોતાની પ્રથમ પ્રતિક્રકિયામાં જણાવ્યું છે કે, 50-50 ફોર્મ્યુલા સિવાય બીજી કોઈ વાત કરશે નહીં. હકીકતમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં અત્યારે મતગણતરી ચાલુ છે, પરંતુ અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપ+શિવસેના ગઠબંધનના ખાતામાં 159 સીટ આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં શિવસેના 58 અને ભાજપને 101 બેઠક મળે એમ દેખાઈ રહ્યું છે. આ વાતને જોતાં શિવસેનાનું પલડું ભારે થઈ ગયું છે અને હવે તે ભાજપ સાથે ભાવ-તાલની સ્થિતિમાં આવી ગઈ છે. 


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય


ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન 50-50 ફોર્મ્યુલા નક્કી થઈ હતી, જેના પર શિવસેના અડગ છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પાર્ટી 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે. ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી. 


હરિયાણા વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય


ઠાકરેએ મહારાષ્ટ્રની પ્રાજનો આભાર માનતા જણાવ્યું કે, મહારાષ્ટ્રની પ્રજાએ જાગૃત થઈને મતદાન કર્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ભેગામળીને સરકાર બનાવશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી અને તે અમલમાં છે. મહારાષ્ટ્રમાં હવે મુખ્યમંત્રી કોણ બને છે એ જોવાનું છે. જોકે, ઉદ્ધવે એક વાત સ્પષ્ટ કરી દીધી કે તેઓ કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન નહીં કરે. ઉદ્ધવે વધુમાં કહ્યું કે, દરેક વખત ભાજપનો પ્રસ્તાવ માનવામાં નહીં આવે. નાના ભાઈ-મોટાભાઈનો કોઈ ફરક નથી. 


મહારાષ્ટ્રમાં શરદ પવારે એકલે હાથે NCPને અપાવી 54 જેટલી બેઠકો, કોંગ્રેસને પણ પાછળ છોડી


ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આવેલા મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકના પરિણામમાં કોંગ્રેસ+એનસીપી ગઠબંધન 108 સીટ પર આગળ છે. આથી એક વિકલ્પ તરીકે શિવસેના પોતાની શરત પર એનસીપી અને કોંગ્રેસ સાથે ભેગામળીને સરકાર બનાવી શકે છે. આ સ્થિતિને જોતાં જ શિવસેના ભાજપ પાસે પોતાની શરતો મનાવવા માગી રહી છે. શવિસેના આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની જીદ પર અડી શકે છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....