મહારાષ્ટ્ર ચૂંટણીઃ સંજય દત્ત પછી હવે આદિત્ય ઠાકરેને મળ્યો મિથુન ચક્રવર્તીનો સાથ

સંજય દત્ત પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ શિવસેનાના યુવરાજ આદિત્ય ઠાકરેના સમર્થનમાં આગળ આવ્યા છે. મિથુને એક વીડિયો રીલીઝ કરીને પોતાના ચાહકોને આદિત્યને વોટ આપવા અપીલ કરી છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 દ્વારા ઠાકરે પરિવારનો પુત્ર આદિત્ય ઠાકરે સૌ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છે. આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી વિધાનસભા સીટ પર ચૂંટણી લડી રહ્યો છે અને તેને ટેકો આપવા માટે કેટલાક બોલિવૂડ સ્ટાર પણ સાથે આવ્યા છે.
સંજય દત્ત પછી હવે મિથુનનો સાથ
સંજય દત્ત પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ શિવસેનાના યુવરાજ આદિત્ય ઠાકરેના સમર્થનમાં આગળ આવ્યા છે. મિથુને એક વીડિયો રીલીઝ કરીને પોતાના ચાહકોને આદિત્યને વોટ આપવા અપીલ કરી છે. મિથુને વીડિયોમાં કહ્યું છે કે, તેમણે જ્યારે પણ માતોશ્રીની મુલાકાત લીધી છે ત્યારે જમીને જ પાછા આવ્યા છે. બાલા સાહેબ તેમના માટે પિતા સમાન હતા.