મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભાજપ વિરોધીઓને જબરદસ્ત ચોંકાવી દીધા છે. એકતરફી પરિણામ આવશે તે સપના પણ કોઈએ વિચાર્યું નહીં હોય. સત્તાધારી મહાયુતિએ 288 સીટોમંથી 235 સીટો પર જીત મેળવી. વિપક્ષી મહાવિકાસ આઘાડીને તો ફક્ત 49 સીટ મળી. વોટશેરમાં પણ મહાયુતિનો દબદબો જોવા મળ્યો. ભાજપ-શિવસેના (શિંદે) એનસીપીના ગઠબંધનને 49.6 ટકા મતો મળ્યા. જ્યારે એમવીએને 35.3 ટકા મત મળ્યા. મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિના દબદબાનો અહેસાસ એના ઉપરથી પણ ખબર પડે કે 138 સીટો એવી હતી જ્યાં ગઠબંધને 50 ટકા કે તેનાથી વધુ મત મેળવ્યા. તેની જીતોનું સરેરાશ અંતર પણ એમવીએના બમણા કરતા વધુ છે. 10 પોઈન્ટમાં જાણીએ વિધાનસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. 50% થી વધુ વોટશેર
સમગ્ર મહારાષ્ટ્રમાં 154 સીટો એવી રહી જ્યાં ઉમેદવારોએ 50 ટકાથી વધુ મતો મેળવ્યા. 2019માં એવી સીટોની સંખ્યા 129 હતી અને 2014માં આ સંખ્યા ફક્ત 55 હતી. 2024માં મહાયુતિએ 138 સીટો પર 50 ટકાથી વધુ વોટશેર મેળવ્યો. આ વર્ષે એમવીએએ 16 સીટો આવી જીતી ્ને મોટાભાગની જીત બહુ જ ઓછા મુકાબલોમાં મળી. 


2. ભાજપનો જાદુ ચાલ્યો
મહાયુતિ માટે ભાજપે ધૂંઆધાર બેટિંગ કરી. પાર્ટીએ 149 સીટો પર ચૂંટણી લડી અને 132 સીટો જીતી અને 26.8 ટકા મત મેળવ્યા. બંને મહારાષ્ટ્રમાં પાર્ટી માટે રેકોર્ડ છે. ભાજપે લગભગ બે તૃતિયાંશ કે 84 સીટો પર 50 ટકાથી વધુ વોટશેર મેળવ્યો. ભાજપે 60 ટકાથી વધુ વોટશેરવાળી 26 સીટો જીતી. સતારામાં 80.4 ટકા મત મેળવીને ભાજપે આ ચૂંટણીમાં કોઈ એક સીટ પર સૌથી વધુ વોટશેર મેળવ્યો. 


3. સહયોગીઓ પણ ચમક્યા
મહાયુતિમાં ભાજપના સહયોગી પક્ષો એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારના નેતૃત્વવાળી એનસીપીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. શિવસેનાની 57 સીટોમાંથી 30 ટકા સીટો પર 50ટકાથી વધુ વોટશેર સાથે જીત મળી જ્યારે એનસીપીએ 41 સીટોમાંથી 20 સીટો પર અડધાથી વધુ વોટશેર મેળવ્યો. 


4. MVA ને સાંત્વના
વાત જો MVA ની ઓછામાં ઓછા 50 ટકા વોટશેરવાળી જીતની કરીએ તો શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીએ છ સીટો પર આ કામ કર્યું અને કોંગ્રેસે 5 તથા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેાએ ચાર સીટો આવી મેળવી. MVA ને ફક્ત 3 સીટો પર 60 ટકાથી વધુ વોટશેર મળ્યો. MVA એ 30 ટકાથી 40 ટકા વચ્ચે વોટશેરવાળી 7 સીટ જીતી અને 40 ટકાથી 50 ટકા વાળી 27 સીટ જીતી. 


5. 22 સીટો પર તો ડિપોઝીટ ડૂલ
34 સીટો પર એમવીએના ઉમેદવાર ત્રીજા કે તેનાથી નીચેના સ્થાને રહ્યા. ગઠબંધનને 22 સીટો પર ડિપોઝીટ પર ગુમાવવી પડી. જ્યારે 11 સીટો એવી છે જ્યાં વોટશેર 11 ટકાથી નીચે ગયો. 


6. વિનિંગ માર્જિનમાં પણ મહાયુતિનો દબદબો
મહારાષ્ટ્ર ચૂંટણીમાં જીતનું અંતર મહાયુતિના પ્રભાવશાળી પ્રદર્શનની એક એવી કહાની વ્યક્ત કરે છે. મહાયુતિની સરેરાશ જીતનું અંતર 40,100 થી વધુ વોટ હતું જે એમવીએના સરેરાશ અંતર (19,200) ના બમણાથી વધુ. બધુ મળીને મહારાષ્ટ્રના સરેરાશ જીતનું અંતર 36,230 મત હતું. જે 2019માં 28,440 અને 2014માં 22,810થી ઘણું વધુ રહ્યું. આ એ વાતનો સંકેત ચે કે આ વખતે મુકાબલો એકતરફી હતો. 


7. સરેરાશ વિનિંગ માર્જિન
ભાજપની જીતનું સરેરાશ મંતર 42,880 વોટનું રહ્યું. જ્યારે એનસીપીને બીજા નંબર પર રહેતા ઉમેદવારોથી 40,480  અને શિવસેનાને લગભગ 33,450 મત વધુ મળ્યા. એમવીએ પક્ષોની જીતના અંતરની સરેરાશ ખુબ ઓછી રહી- એનસીપી (શરદ પવાર)ને લગભગ 23,820 મત, કોંગ્રેસને 17,690 અને શિવસેના (યુબીટી)ને 17,180 મત વધુ મળ્યા. 


8. 16 સીટો પર માર્જિન 1 લાખથી વધુ
મહારાષ્ટ્રની 16 સીટો પર જીતનું અંતર 1 લાખથી વધુ મતનું રહ્યું. આ તમામ સીટો મહાયુતિએ જીતી. સૌથી મોટું વિનિંગ માર્જિન શિરપુરમાં 1.46 લાખ રહ્યું. જ્યાંથી ભાજપ જીત્યું. મહાયુતિનું અંતર ફક્ત 44 સીટ પર 10000થી ઓછું અને 24 સીટો પર 5000થી ઓછું રહ્યું. સૌથી ઓછું જીતનું અંતર બેલાપુરમાં રહ્યું. જ્યાં ભાજપ માત્ર 372 મતથી ચૂંટણી જીત્યું. 


9. MVA ને અહીં પણ નિરાશા સાંપડી
વિપક્ષી ગઠબંધન એમવીએનો કોઈ પણ ઉમેદવાર 1 લાખથી વધુ મતોથી જીત્યો નથી. મુંબ્રા-કલવામાં એનસીપી (શરદ પવાર) ઉમેદવાર 96,230 મતો સાથે સૌથી નીકટ રહ્યો. 


10. નુકસાનની ભરપાઈ
મહાયુતિએ એવી 52 વિધાનસભા સીટોમાં 50 ટકાથી વધુ મત મેળવ્યા  જ્યાં તે હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં એમવીએ સામે હારી હતી. 2024 લોકસભા ચૂંટણીમાં મહાયુતિએ રાજ્યની 48 સીટોમાંથી ફક્ત 17 સીટો જીતી હતી.